મોર જેવી ગરદન કાળી પડી ગઈ છે…તો કરો આ ઉપાય
ગરદન પર જામેલી કાળાશ તરત દેખાઈ આવે છે. જો તમે પણ ગરદનની કાળાશથી પરેશાન છો, તો તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને તમે નહાવાના 15 મિનિટ પહેલા તમારી ગરદન પર લગાવી શકો છો. આમ કરવાથી તમને થોડા દિવસોમાં જ ફકર દેખાશે.
ઘરે આ પેસ્ટ બનાવો
ગરદન પરની કાળાશ દૂર કરવા માટે તમે સ્નાન કરતા પહેલા કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. હળદરમાં એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે, જે ત્વચાની કાળાશ દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમારે એક ચમચી હળદર પાવડરને દહીં અથવા દૂધમાં મિક્સ કરીને પેસ્ટ બનાવવી પડશે, આ પેસ્ટને 20 મિનિટ સુધી તમારી ગરદન પર લગાવો અને પછી ધોઈ લો.
આ પણ વાંચો: રનવે પર કેમ બનાવવામાં આવે છે Zebra Crossing? 99 ટકા લોકોને નથી હોતી ખબર…
ઘરમાં પડેલી આ વસ્તુ વાપરો
આ સિવાય દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે ડેડ સ્કીનને દૂર કરવામાં મદદ કરે છે. 20 મિનિટ માટે ગરદન પર દહીં લગાવો, પછી તેને ધોઈ લો.
આ પણ વાંચો: Parenting tips: માતા-પિતાએ આ ચાર બાબતોનું ખાસ ધ્યાન રાખવા જેવું છે
વિટામિન સીવાળી આ વસ્તુઓ કરશે મદદ
એલોવેરા જેલમાં વિટામિન A, C અને E હોય છે, જે ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. તમે એલોવેરા જેલને 20 મિનિટ સુધી ગરદન પર લગાવો, પછી તેને ધોઈ લો. લીંબુના રસમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાની કાળાશ દૂર કરવામાં મદદ કરે છે. આને તમારી ગરદન પર 10 મિનિટ સુધી લગાવો અને પછી ધોઈ લો. જો તમે ઈચ્છો તો ચણાના લોટમાં દહીં અથવા દૂધ અને હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવી શકો છો. આ પેસ્ટને ગરદન પર 15 મિનિટ સુધી લગાવો અને પછી ધોઈ લો. આમ કરવાથી ગરદનની કાળાશ પણ દૂર થઈ જશે. તડકામાં બહાર જતા પહેલા તમે તમારી ગરદન પર સનસ્ક્રીન લગાવી શકો છો.
જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો ડોક્ટરની સલાહ લીધા બાદ આ પ્રયોગો કરવા.