નવરાત્રિ શક્તિની સાધનાનો મહાપર્વ: આ વસ્તુ ભૂલથી પણ ન કરતા, અધૂરું રહી જશે તમારું વ્રત

માં અંબાની આરાધનાનો મહા પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિના તહેવારને આડે થોડા દિવસો જ બાકી છે. આસો મહિનાના નોરતાનું હિંદુ ધર્મ વિશેષ સ્થાન હોઈ છે. જે દરમિયાન માતા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા થાય છે. આ પવિત્ર નવ દિવસ ભક્તો માટે શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાનો સંગમ લઈને આવે છે. આ વખતે શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બર, સોમવારથી શરૂ થશે અને 2 ઓક્ટોબર, દશમી તિથિએ સમાપ્ત થશે. જો આ નવરાત્રિના વ્રતનું પૂર્ણનું ફળ મેળવવું હોય તો ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે. નાની ભૂલ પણ આ વ્રતને અધૂરું રાખી શકે છે.
નવરાત્રિ વ્રતના નિયમો
નવરાત્રિ દરમિયાન ભક્તો માતા દુર્ગાની શ્રદ્ધાપૂર્વક પૂજા અને વ્રત કરે છે, જેનાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. વ્રત દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે ગુસ્સો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું, જૂઠું ન બોલવું અને કોઈની નિંદા ન કરવી. આ ઉપરાંત, વ્રતીઓએ લાકડાના પાટલા કે બેડ પર ન સૂવું અને વધુ પડતા નરમ ગાદલા ટાળવા જોઈએ. વ્રત દરમિયાન સામાન્ય નમકનો ઉપયોગ ન કરતાં સેંધા નમકનો ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો : નવરાત્રિ 2025: ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે? જાણો કઈ તિથિએ કયા દેવીની પૂજા કરશો
આ વસ્તુ ભૂલથી પણ ન કરતા
નવરાત્રિના વ્રત દરમિયાન કેટલીક બાબતો ટાળવી જરૂરી છે. જો તમે એક ટાઈમ ભોજન કરીને વ્રત રાખો છો, તો વચ્ચે ફળાહાર ન કરવુ જોઈએ, સિવાય કે તમને કોઈ શારીરિક સમસ્યા હોય. જો તમારે આ દરમિયાન મુસાફરી કરવી પડે, તો વ્રત રાખવાનું ટાળવું જોઈએ, કારણ કે નિયમોનું પાલન કરવું મુશ્કેલ બની શકે છે. શારીરિક સમસ્યાઓ ધરાવતા લોકોએ વ્રત રાખવું ન જોઈએ, જો તેમને લાગે કે વ્રત તૂટી શકે છે. ઘરમાં તામસિક ભોજન બનાવવું કે ખાવું પણ ટાળવું જોઈએ.
આ પણ વાંચો : ‘DJs પર નિયંત્રણ રાખો…’ નવરાત્રિ પહેલા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આપ્યા મહત્વના નિર્દેશ…
આ નિયમોનું પાલન કરો
નવરાત્રિના વ્રતમાં સત્યવાદી રહેવું, મન પર સંયમ રાખવો અને દેવીનું ધ્યાન કરવું જોઈએ. નવરાત્રિ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું અને મનમાં ક્ષમા, દયા અને ઉત્સાહ જેવા ગુણો રાખવા જોઈએ. સપ્તમી, અષ્ટમી કે નવમીએ વ્રત પૂર્ણ કરતી વખતે નવ કન્યાઓને ભોજન કરાવવું જોઈએ અને માતા દુર્ગાના નામે હવન-પૂજા કરવી જોઈએ. દરરોજ સવારે અને સાંજે માતાની વિધિવત પૂજા અને દીવો પ્રગટાવવો જોઈએ. દુર્ગા સપ્તશતીનું પાઠન કરવું અને દરરોજ માતાને ભોગ ધરાવવો પણ શાસ્ત્રોનું મહત્વનું અંગ છે.