નવરાત્રિમાં ઘટસ્થાપનાનું સ્થળ ખાલી છોડવાથી શું નુકસાન થઈ શકે, જાણો કઈ રીતે?

શારદીય નવરાત્રિની શરૂઆત સાથે ઘર-ઘરમાં માતા દુર્ગાની ભક્તિનો ઉત્સાહ છવાઈ છે. નવરાત્રીના પવિત્ર દિવસોમાં માતાજીની પૂજા, આરતી અને વ્રત દ્વારા ભક્તો તેમની કૃપા મેળવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપનાની વિધિનું ખૂબ મહત્વ હોય છે, જેમાં ઘણા ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ નિયમો ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે અને માતાજીના આશીર્વાદનું પ્રતીક બની રહે છે.
નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપના દરમિયાન માતાજીના ઘટ સ્થાપના કરવામાં આવે છે, માતાની ઘટસ્થાપના માટે ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણો) દિશામાં હોવી જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર આ દિશા ઘટસ્થાપના કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. આ નવ દિવસો દરમિયાન, ઘટસ્થાપના કરેલી જગ્યાને ક્યારેય ખાલી ન છોડવી જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે ખાલી પૂજાનું સ્થાન પૂજાના ફળને ઘટાડે છે અને અશુભ ગણાય છે. સ્થાપનાની આસપાસ સાત્ત્વિક વાતાવરણ જાળવવું પણ જરૂરી છે.
આ પણ વાંચો: નવરાત્રિ 2025: નવ દિવસ માટે આ છે શુભ રંગ, જાણો કયા દિવસે કયા રંગના કપડાં પહેરશો?
નવરાત્રિ એ માતા આરાધા અને ઉપસનાનો પાવન પર્વ છે. ઘટસ્થાપના તેમના સન્માનનું પ્રતીક છે. જો ઘટ સ્થાપના કરીને તેને ખાલી છોડવામાં આવે તો તે માતાજીનું અપમાન ગણાય છે. ભક્તોએ માતાજીની ગરબાની નજીક હંમેશા કોઈને કોઈની હાજરી રાખવી જોઈએ અને તે વ્યક્તિએ શુદ્ધતા અને સાત્ત્વિકતાનું ધ્યાન રાખવું જોઈએ. આ નાની સાવચેતીઓ દેવીની કૃપાથી ઘર પરિવારમાં સુખ શાંતિનું નિર્માણ થાય છે.
નકારાત્મક ઊર્જાથી બચાવ થાય છે
ઘટસ્થાપના દરમિયાન બાજોઠ પર રાખવામાં આવેલો કળશ અને જવ એ સુખ-સમૃદ્ધિનંન પ્રતીક છે. પૂજાના સ્થાનને ખાલી છોડવાથી નકારાત્મક શક્તિઓના પ્રવેશનું જોખમ વધી શકે છે, જે ઘરની પવિત્રતાને ખંડિત કરી શકે છે. નિયમિત રીતે ગરબાની આજુ બાજુ રહેવાથી ગરબાની પવિત્રતા જળવાઈ રહે છે, જે દેવીના આશીર્વાદને સુનિશ્ચિત કરે છે.
ભક્તિ અને સમર્પણનું પ્રતીક
નવરાત્રિ દરમિયાન ભક્તો સતત પૂજા, વ્રત અને આરાધનામાં લીન રહે છે. ચોકીને ખાલી ન રાખવી એ ભક્તિ અને સમર્પણનો એક ભાગ છે, જે દર્શાવે છે કે ભક્ત દરેક ક્ષણે માતાજીની ઉપાસનામાં જોડાયેલો છે. આ નાના પરંતુ મહત્વના નિયમો પાળવાથી નવરાત્રિની પૂજા વધુ ફળદાયી બને છે અને ઘરમાં શાંતિ-સમૃદ્ધિનો સંચાર થાય છે.