નવરાત્રિ 2025: ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે? જાણો કઈ તિથિએ કયા દેવીની પૂજા કરશો

હાલમાં પિતૃપક્ષ ચાલી રહ્યા છે અને પિતૃપક્ષ પૂરા થતાં જ બીજા દિવસથી નવલા નોરતાં શરૂ થઈ જશે. નવરાત્રિના દિવસે મા શક્તિની આરાધના કરવામાં આવે છે. પરંતુ આ બધા વચ્ચે ઘટસ્થાપનાનું મુહૂર્ત ક્યારે છે અને કેટલા સમય માટે છે એવો સવાલ તમને પણ સતાવી રહ્યો હશે તો આ સ્ટોરીના અંત સુધીમાં તમને આ સવાલનો જવાબ મળી જશે.
આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત 22મી સપ્ટેમ્બર, સોમવારથી થઈ રહી છે અને મહાનવમીનું કન્યા પૂજન પહેલી ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. આ નવ દિવસ દરમિયાન મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિની શરૂઆત ઘટસ્થાપનાથી થાય છે. ચાલો જોઈએ આ વખતે શારદીય નવરાત્રમાં ઘટસ્થાપનાનો મુહૂર્ત ક્યારનું છે?
આ પણ વાંચો: નવરાત્રિનાં છઠ્ઠે નોરતે દેવી કાત્યાયનીની પૂજાનું મહાત્મય; માતા ચાર ફળનાં છે દાતા!
મળતી માહિતી અનુસાર 22મી સપ્ટેમ્બરના રાતે 1.23 કલાકથી પ્રતિપદા તિથિનો પ્રારંભ થશે અને તે બીજા દિવસે એટલે કે 23મી સપ્ટેમ્બરના મોડી રાતે 2.55 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં પ્રતિપદાની તિથિ પર ઘટસ્થાપનાનું મુહૂર્ત 22મી સપ્ટેમ્બરના સવારે 6.09 મિનિટથી સવારે 8.06 કલાક સુધી રહેશે.
આ ઉપરાંત સવારે 11.49 કલાકથી બપોરે 12.38 કલાક સુધી અભિજિત મુહૂર્તમાં પણ કળશ સ્થાપના કરી શકે છે. નવરાત્રિમાં 228મી સપ્ટેમ્બરના ષષ્ઠી તિથિ પર મા કાત્યાયની પૂજા કરવામાં આવશે. 29મી સપ્ટેમ્બરના સપ્તમીના દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. 30મી સપ્ટેમ્બરના અષ્ટમી પર કન્યા પૂજન કરવામાં આવશે.
પહેલી ઓક્ટોબરના મહાનવમીનું કન્યા પૂજન કરવામાં આવશે અને બીજા દિવસે એટલે દસમા દિવસે વ્રતનું પારાયણ કરવામાં આવશે.