સ્પેશિયલ ફિચર્સ

સફેદ વાળથી છુટકારો જોઇએ છે? તો અપનાવો આ ઉપાય…

આજના સમયમાં વાળ સફેદ થવા એ ખૂબ જ સામાન્ય ઘટના છે, જે ઉંમર વધવાની સાથે થાય છે. જોકે તણાવ, ખરાબ ખાવાની આદતો અને જીવનશૈલી સંબંધિત સમસ્યાઓને કારણે નાની ઉંમરે પણ વાળ સફેદ થવા લાગે છે. જેના કારણે લોકોમાં ચિંતા જોવા મળતી હોય છે. આ માટે લોકો બજારમાંથી મળતા કલર અને મહેંદીનો ઉપયોગ કરતાં હોય છે, પરંતુ વાળને રંગવાથી તે થોડા સમય માટે કાળા દેખાય છે અને જ્યારે મહેંદીનો રંગ ઓછો થઈ જાય છે, ત્યારે સફેદપણું ફરીથી દેખાય છે. જો તમે કુદરતી રીતે તમારા વાળ કાળા કરવા માંગો છો, તો કેટલાક આયુર્વેદિક અને ઘરેલું ઉપચાર અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

આપણ વાંચો : વજન ઘટાડી રહ્યા હોવ તો દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ?

વાળ કાળા કરવાના કુદરતી ઉપાયો

આમળા– આમળા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વાળને કાળા કરવા ઉપરાંત, તેમને મજબૂત પણ બનાવે છે. આમળા પાવડર અથવા તાજો આમળા વાળમાં લગાવવાથી વાળનો રંગ ઘાટો થઈ શકે છે.

લીંબુ– લીંબુની અંદર વિટામિન C હોય છે જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લીંબુનો રસ મધમાં ભેળવીને વાળ પર લગાવવાથી વાળનો રંગ ઘાટો થઈ શકે છે.

કોફી– કોફીમાં રહેલા તત્વો વાળને કાળા કરવામાં મદદ કરે છે. કોફીને પાણીમાં ઉકાળીને તેનાથી વાળ ધોવાથી વાળનો રંગ ઘાટો થઈ શકે છે.

બદામનું તેલ – બદામનું તેલ વાળને પોષણ આપે છે અને તેને મજબૂત બનાવે છે. મેંદીને બદામના તેલમાં ભેળવીને વાળમાં લગાવવાથી વાળનો રંગ ઘાટો થઈ શકે છે.

ડુંગળીનો રસ– ડુંગળીમાં સલ્ફર હોય છે, જે વાળના ગ્રોથને પ્રોત્સાહન આપે છે અને વાળને કાળા કરવામાં મદદ કરે છે. ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળનો રંગ ઘાટો થઈ શકે છે.

હળદર– હળદરમાં એન્ટીઑકિસડન્ટ હોય છે, જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દહીંમાં હળદર ભેળવીને વાળમાં લગાવવાથી વાળનો રંગ ઘાટો થઈ શકે છે.

નોંધ: અત્રે આપવામાં આવેલી ટિપ્સ માત્ર એક સૂચન છે, અનુસરતા પૂર્વે તબીબી સલાહ અવશ્ય લેવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button