ઇન્ટરનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

નાસાના પાર્કરે રચ્યો ઈતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનારું બન્યું પ્રથમ સ્પેસક્રાફ્ટ

વોશિંગ્ટન ડીસી: નાસાના સોલર પ્રોબ પાર્કરે ઈતિહાસ રચ્યો છે. અમેરિકન સ્પેસ એજન્સીનું આ સ્પેસક્રાફ્ટ સૂર્યની સૌથી નજીકથી પસાર થયું હતું. માનવી દ્વારા નિર્મિત પ્રથમ સ્પેસક્રાફ્ટ સૂર્યની આટલી નજીક પહોંચ્યું હતું. નાસા મુજબ યાનનું સૂર્યથી અંતર માત્ર 61 લાખ કિમી રહ્યું હતું. આ પહેલા જે યાન સૂર્ય નજીકથી પસાર થયું હતું તે આશરે 4.3 કરોડ કિલોમીટર દૂર હતું. પાર્કર તેના કરતાં આશરે સાત ગણું નજીકથી પસાર થયું હતું.

સૂર્યથી ધરતીનું અંતર આશરે 15 કરોડ કિલોમીટર છે. અત્યાર સુધીમાં જેટલા પણ સૂર્ય મિશન લૉન્ચ થયા છે તે સૂર્યથી કરોડ કિલોમીટર દૂરથી જ રહસ્ય પરથી પડદો ઉંચકાવે છે. સૂર્ય મિશનના અત્યાર સુધીના ઇતિહાસ જે સ્પેસક્રાફ્ટ સૌથી નજીક પસાર થયું તે નાસાનું હિલિયોસ-2 હતું. 1976માં સૂર્યથી આશરે 4.3 કરોડ કિલોમીટરના અંતરથી પસાર થયું હતું.

આપણ વાંચો: Good News: સુનિતા વિલિયમ્સની અંતરિક્ષમાંથી વાપસી અંગે નાસાએ આપી મહત્ત્વની માહિતી

સૂર્યથી સૌથી નજીક પહોંચેલું નાસાનું આ સ્પેસક્રાફ્ટ મંગળવારે જ્યારે ત્યાંથી પસાર થયું ત્યારે સ્પીડ 190 કિમી પ્રતિ સેંકડથી પણ વધારે હતી. જે અત્યાર સુધીમાં બનાવવામાં આવેલા કોઈપણ માનવીય ઑબ્જેક્ટની તુલનામાં તેની ગતિ સૌથી વધુ હોવાનો નાસાએ દાવો કર્યો હતો. આ એક નવો રેકોર્ડ છે. નાસા મુજબ, અત્યાર સુધી કોઈપણ સ્પેસક્રાફ્ટ સૂર્યથી આટલું નજીક તેમજ આટલી સ્પીડથી પસાર થયું નથી.

આ સ્પેસક્રાફ્ટ કેટલું તામપાન સહન કરી શકે છે?

નાસા મુજબ આ સ્પેસક્રાફ્ટ 1371 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકે છે. જ્યારે સૂર્ય પાસેથી પસાર થયું ત્યારે તેનું તાપમાન 982 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 1800 ફેરેનહીટ આસપાસ રહ્યું હતું. તે આગામી ત્રણ દિવસ સૂર્યના વાતાવરણમાં રહેશે. સૂર્યના આ વિસ્તારને પેરેહેલિયન કહેવાય છે. અત્યાર સુધી આ સ્પેસયાન 21 વખત સૂર્યની પ્રદક્ષિણા કરી ચૂક્યું છે પરંતુ પ્રથમ વખત જ આટલું નજીક પહોંચી શક્યું છે.

સૂર્ય હાલમાં તેના સૌથી સક્રિય તબક્કામાં છે, જેને સોલર મેક્સિમમ કહેવાય છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ યાન સૂર્ય વિશે ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી શકે છે. જો કે આ યાન હાલ નાસાના સંપર્કમાં ન હોવાથી તરત જ નાસાને આ માહિતી પહોંચાડી શકશે નહીં. 27 ડિસેમ્બરે સૂર્ય નીકળશે ત્યારે તેનો ફરી એકવખત નાસા સાથે સંપર્ક થશે અને કાર્ય શરૂ કરશે.

આપણ વાંચો: અંતરિક્ષમાં આ કારણે ફસાઇ છે Sunita Williams,પરત ફરવા અંગે નાસાએ આપ્યો આ જવાબ…

નાસાનું પાર્કર સોલર પ્રોબ આવતા વર્ષે સૂર્ય પર પરત ફરશે. નાસાના જણાવ્યા અનુસાર, આ અવકાશયાન આવતા વર્ષે લગભગ 2 વખત સૂર્યની નજીક પહોંચશે. જોકે, સૂર્યથી ચોક્કસ અંતર જાણી શકાયું નથી. એક અહેવાલ અનુસાર, અવકાશયાનમાં હજુ પણ એક વર્ષ સુધી ટકી રહેવા માટે પૂરતું ફ્યૂલ બાકી છે.

મિશન ક્યારે શરૂ થયું હતું?

નાસાનું આ સોલર પ્રોબ મિશન 2018માં શરૂ કરવામાં આવ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી ઝડપી મિશન છે. તે પ્રક્ષેપણના 85 દિવસ પછી 5 નવેમ્બરના રોજ સૂર્યની કક્ષામાં પહોંચ્યું હતું. સાત વર્ષના મિશન દરમિયાન, અવકાશયાન સૂર્યની આસપાસ 24 ભ્રમણકક્ષાઓ પૂર્ણ કરશે. અત્યાર સુધીમાં તે સૂર્યની 21 વાર પ્રદક્ષિણા કરી ચૂક્યું છે. આજે તેનું 22મું ચક્ર પૂર્ણ થયું હતું. આવતા વર્ષે તે ફરીથી સૂર્યની પરિક્રમા કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button