નેશનલસ્પેશિયલ ફિચર્સ

ભારતને આ ખાસ ગૌરવ અપાવ્યું નંદિની દાસે….

ભારતમાં જન્મેલાં લેખિકા નંદિની દાસને પોતાના પુસ્તક Couting India: England, Mughal India and the Origins Of Empire માટે ગ્લોબલ કલ્ચરલ અંડરસ્ટેન્ડિંગ માટે 2023 બ્રિટીશ એકેડેમી બુક પ્રાઈઝ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.
મંગળવારે સાંજે નંદિની દાસનું નામ લંડનમાં બ્રિટીશ એકેડેમી પ્રોગ્રામના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. 49 વર્ષીય લેખિકા નંદિની દાસ ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત ઓફ્સફોર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજી ફેકલ્ટીમાં પ્રોફેસર છે. કોલકતાની જાદવપુર યુનિવર્સિટીથી ભણ્યા બાદ આગળ ભણવા ઈંગ્લેન્ડ ગયા હતા.

વાત કરીએ નંદિની દાસના પુસ્તક વિશે તો આ પુસ્તકમાં તેમણે મોઘલોના દરબારમાં ઈંગ્લેન્ડ પહેલાં રાજનિયાક અભિયાનના માધ્યમથી જણાવવામાં આવેલી બ્રિટન અને ભારતની સત્ય હકીકતને વર્ણવવામાં આવી છે. તેમણે 17મી સદીમાં ભારતમાં ઈંગ્લેન્ડના પહેલાં રાજદૂત સર થોમસ રોની આગળની કથાના માધ્યમથી સામ્રાજ્યની ઉત્પતિ પર નવો દ્રષ્ટિકોણ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

જૂરી હેજ પ્રોફેસર ચાર્લ્સ ટ્રિપે જણાવ્યું હતું કે ભારત અને બ્રિટન રાજનીતિક હસ્તી, અધિકારીઓ અને બિઝનેસમેનના સમકાલિન સ્રોતનો ઉપયોગ કરીને નંદિની દાસે એક અદ્વિતીય તાત્કાલિતા આપી છે, જે એ સમયની શરૂઆતી ગેરસમજણોને જીવંત કરે છે.

તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ ઉપરાંત આ સ્ટોરીના માધ્યમથી આંતરરાષ્ટ્રીય કુટનીતિ મૂલ્યના પહેલાં રાજદૂત મિશનની યાદ અપાવવામાં આવી છે, પરંતુ ચારે બાજુ સાંસ્કૃતિક ખજાનાની પણ યાદ અપાવવામાં આવી છે, જેની ગૂંજ આજે પણ સંભળાઈ રહી છે. નંદિની દાસને બ્રિટીશ એકેડેમી બુક પ્રાઈઝ 2023માં 25,000 જીબીપી પાઉન્ટની રોકડ પુરસ્કાર તરીકે આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button