સ્પેશિયલ ફિચર્સ

આ છે ભારતનું એક માત્ર નામ વિનાનું રેલવે સ્ટેશન, જ્યાં ટ્રેન તો આવે છે પણ…

ભારતીય રેલવેએ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ નેટવર્ક છે અને દરરોજ હજારો-કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. આટલા આ વિશાળ રેલવે નેટવર્ક પર હજારો રેલવે સ્ટેશન આવેલા છે અને આ હજારોમાંથી અમે આજે તમારા માટે એક એવા રેલવે સ્ટેશનની માહિતી લઈને આવ્યા છીએ તે જેનું કોઈ નામ જ નથી. આ રેલવે સ્ટેશન ટ્રેન આવે છે, ઊભી રહે છે એમાંથી પ્રવાસીઓ ઉતરે પણ છે પરંતુ પ્રવાસીઓને જ ખબર નથી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. સાંભળવામાં વિચિત્ર લાગ્યું ને? પણ આ હકીકત છે ચાલો જાણીએ આ અનોખા સ્ટેશન વિશે-

Also read : આ ગામમાં નથી પડતો ક્યારેય વરસાદ, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

આ અનોખું સ્ટેશન પશ્ચિમ બંગાળના બર્દવાનથી 35 કિલોમીટર દૂર આવેલું છે અને 2008થી આ રેલવે સ્ટેશન ઓપરેશનલ છે. આ સ્ટેશન પર દરરોજ ટ્રેનો આવે છે અને પ્રવાસીઓની અવર-જવર થાય છે. પરંતુ સ્ટેશનના બોર્ડ પર કોઈ નામ નથી લખવામાં આવ્યું. પ્રવાસીઓ પણ એ જોઈને ચોંકી ઉઠે છે કે તેઓ ક્યાં ઉતરે છે.

હવે તમને પણ જાણવાની તાલાવેલી થઈ ગઈને કે આખરે આવું કેમ? વાત જાણે એમ છે કે આ સ્ટેશનનું નામ નથી એનું કારણ બે ગામ રૈના અને રૈનાગર વચ્ચે ચાલી રહેલો ક્ષેત્રીય વિવાદ છે. વાત જાણે એમ છે કે 2008માં જ્યારે ભારતીય રેલવેએ આ સ્ટેશન બનાવ્યું ત્યારે એને રૈનાગર નામ આપવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક લોકોએ આ નામ સામે વાંધો ઉઠાવ્યો અને રેલવે બોર્ડ પાસે આ નામ બદલવાની માગણી કરી હતી. મામલો અદાલતમાં ગયો અને ત્યારથી આ સ્ટેશન નામ વિના જ ઓપરેશનલ છે.

સ્ટેશનના બંને બાજુ લગાવવામાં આવેલા ખાલી પીળા સાઈનબોર્ડ આ વિવાદની સ્ટોરી બયાં કરે છે. જે પ્રવાસીઓ અહીં આવે છે તેઓ પણ ભ્રમિત થઈ જાય છે અને તેમને આસપાસના લોકોને પૂછી જ ખ્યાલ આવે છે કે તેઓ ક્યાં ઉતર્યા છે. મજાની વાત તો એ છે કે અહીંયા વેચાતી ટિકિટ પર હજી પણ સ્ટેશનનું જૂનું નામ રૈનાગર જ છપાયેલું છે.

હાલમાં આ સ્ટેશનના નામકરણનો વિવાદ કોર્ટમાં વિચારાધીન છે અને જ્યાં સુધી તેના પર કોઈ ચૂકાનો નથી આવી જચો ત્યાં સુધી આ સ્ટેશન નામ વિનાનું રેલવે સ્ટેશન જ રહેશે. ભારતનું આ એક માત્ર એવું રેલવે સ્ટેશન છે જે નામ વિના પણ સંપૂર્ણપણે ફંક્શનલ છે.

Also read : અહીં છે પૃથ્વી પર આવેલી સૌથી મોટી Gold Mines, દર વર્ષે નીકળે છે એટલું સોનુ કે…

છે ને એકદમ ધાસ્સુ ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને ફેમિલી સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો. આવી જ બીજી ઈન્ટરેસ્ટિંગ ઈન્ફોર્મેશન જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button