મુંબઈમાંથી વિદાય લઈ રહ્યો છે શિયાળો? ઉકળાટથી હેરાન-પરેશાન મુંબઈગરા…
![Mumbai weather February 2025 heatwave](/wp-content/uploads/2025/02/Mumbai-weather-February-2025-heatwave.webp)
મુંબઈઃ મુંબઈગરાઓ છેલ્લાં કેટલાક સમયથી ઉકળાટથી પરેશાન થઈ ઉઠ્યા છે, કારણ કે ઉષ્ણાતામાનનો પારો સતત ઉંચેને ઉંચે જઈ રહ્યો છે. મોડી રાતે અને વહેલી સવારે અનુભવાતી ઠંડી બાદ બપોરે મુંબઈગરા ફેબ્રુઆરી મહિનામાં જ માર્ચ અને એપ્રિલ મહિનામાં અનુભવાતી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આવો જોઈએ આ બાબતે શું કહે છે હવામાન ખાતું?
હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુંબઈમાં આગામી 48 કલાકમાં તાપમાનમાં ધરખમ વધારો જોવા મળશે. સામાન્યપણે હોળી બાદ મુંબઈ સહિત રાજ્યભરમાં તાપમાનમાં વધારો જોવા મળે છે, પરંતુ આ વખતે ફેબ્રુઆરીની શરૂઆતથી વાતાવરણમાં ઉકળાટ વધી રહ્યો છે અને મુંબઈગરા એક જ દિવસમાં અનુભવાતી આ બેવડી ઋતુથી હેરાન-પરેશાન થઈ ગયા છે.
આપણ વાંચો: ફાઈનલના દિવસે વરસાદ પડશે તો કઈ ટીમને મળશે ટ્રોફી? શું કહે છે હવામાનખાતું? જાણી લો એક ક્લિક પર…
ગુરુવાર અને શુક્રવારે મુંબઈમાં મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું જ્યારે રાતના સમયે આ તાપમાન નીચે જતું રહે છે. દિવસે ગરમી અને રાતે તેમ જ સવારે ઠંડીની અસર નાગરિકોના આરોગ્ય પર પણ જોવા મળી રહી છે. શનિવાર અને રવિવારે મુંબઈ તેમ જ ઉપનગરમાં ઉષ્ણાતામાનમાં વધારે વૃદ્ધિ જોવા મળશે, એવો અંદાજો હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
બચાવ માટે નાગરિકોએ આટલું કરવું
નાગરિકોને એક જ દિવસમાં અનુભવાતા આ બેવડા હવામાનથી બચવા માટે શક્ય હોય એટલું હવાની અવર-જવર હોય એવી અને ઠંડી જગ્યાઓએ રહેવું. આ ઉપરાંત કામ વિના બહાર જવાને બદલે ઘરમાં રહેવાની સલાહ પણ આપવામાં આવી છે.
આપણ વાંચો: IND vs BAN 2nd Test: લંચ પછી મેચ શરુ થશે? હવામાન ચોખ્ખું, 2 વાગ્યે થશે ઇન્સ્પેકશન
વધારે પડતી ઉકળાટભરી પરિસ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી તડકો કે ગરમ પવન આવે એવા બારી-બારણા બંધ રાખવાની ભલામણ પણ કરવામાં આવી છે. ઘરમાં હવાની અવરજવર રહે એ માટે રાતના સમયે બારી ખુલ્લી રાખવી વધારે હિતાવહ છે.
શરીરને ડિહાઈડ્રેટેડ રાખવા માટે પૂરતું પાણી પીવાની સાથે સાથે જ તાજું અને હળવું ભોજન આરોગો. ભોજન કર્યા બાદ જ ઘરથી બહાર નીકળવું ફાયદાનો સોદો સાબિત થશે. આવા સમયે પતલા, સુતરાઉ અને આરામદાયક તેમ જ લાઈટ કલરના કપડાં પહેરવાની સલાહ પણ નાગરિકોને આપવામાં આવી છે.