હેં, 10 કરોડ રૂપિયાનું એક સફરજન? મોંઘી કિંમતનું કારણ જાણીને ચોંકી ઉઠશો…

10 કરોડ રૂપિયાનું એક સફરજન વાંચીને જ તમારી આંખો પહોળી થઈ ગઈ ને? એપ્પલ ઈન એ ડે કિપ્સ ડોક્ટર અવે તો આપણે બધાએ જ સાંભળ્યું છે. આવી સ્થિતિમાં 10 કરોડ રૂપિયાનું એક સફરજન થોડી ના માનવામાં આવે એવી વાત છે. તમને જાણીને વધારે નવાઈ તો એ વાતની લાગશે કે 10 કરોડ રૂપિયાનું આ એપ્પલ મુંબઈમાં બનાવવામાં આવ્યું છે, પરંતુ આ સફરજન ખાવા માટે નહીં પણ જોવા માટેનું જ છે. ચાલો તમને આ એપ્પલની ખાસિયત વિશે જણાવીએ-
મુંબઈ નિવાસી રોહિત પિસાલે આ 10 કરોડ રૂપિયાનું અનોખું એપ્પલ બનાવ્યું છે, જેમને ગોલ્ડ મેનના નામથી ઓળખવામાં આવે છે. રોહિતે આ એપ્પલને ખૂબ જ બારીકાઈથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. 18 કરોડના ગોલ્ડ અને ચમકીલા ડાયમંડ્સથી એપ્પલ તૈયાર કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ આ એપ્પલમાં 9 કેરેટ 36 સેન્ટના ડાયમંડ્સ જડવામાં આવ્યા છે અને તેનું વજન 29 ગ્રામ 800 મિલી જેટલું છે. આ કિંમતી એપ્પલ બનાવવા માટે 1396 પીસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોતાની સુંદરતા અને કલાકારીને કારણે આ એપ્પલને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યું છે.
વિશ્વ પ્રસિદ્ધ વર્લ્ડ ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આ એપ્પલને સર્ટિફાઈડ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ આ એપ્પલને હાલમાં થાઈલેન્ડના રોયલ પેલેસમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જ્યાં એની માંગ ખૂબ જ વધારે છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ત્યાં આ કિંમતી એપ્પલને મોં માંગી કિંમત પર ખરીદવા માટે લોકો તૈયાર છે.
રોહિત પિસાલે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તેમણે મહેનત અને કળાના સમન્વય સાથે તૈયાર કર્યો છે. આ એક ડિઝાઈન જ નથી પણ ભારતીય જ્વેલરી કળાનું પ્રતિક પણ છે, જે ચર્ચાનો વિષય બન્યું છે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…



