મોડી રાતે કેમ CM Eknath Shindeના ઘરે પહોંચ્યા Anant Ambani સાથે Mukesh Ambani?

અંબાણી પરિવાર (Ambani Family)માં શુભ ઘડીની ઘડીઓ ગણાઈ રહી છે અને આખો પરિવાર એકદમ હરખભેર એની તૈયારીઓમાં વ્યસ્ત પણ થઈ ગયો છે. પરિવારમાં હરખ હોય પણ કેમ નહીં ભાઈસાબ મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani and Nita Ambani) નાના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન (Anant Ambani Weds Radhika Merchant)થવા જઈ રહ્યા છે.
પરંતુ આ બધા વચ્ચે ગઈકાલે મોડી રાત્રે કંઈક એવું બન્યું હતું કે મુકેશ અંબાણી, અનંત અને રાધિકા સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Maharashtra CM Eknath Shinde) ના ઘરે પહોંચ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ શું છે આખો મામલો-
વાત જાણે એમ છે સોમવારે નીતા અંબાણી વહુરાણી રાધિકા મર્ચન્ટ સાથે વારાણસી પહોંચ્યા હતા. જ્યાં તેમણે બાબા કાશી વિશ્વનાથના ચરણે પહેલી કંકોત્રી અર્પણ કરી હતી અને ત્યાર બાદથી લગ્ન માટે મહેમાનોને આમંત્રણ આપવાના શ્રી ગણેશ થઈ ગયા છે. આ આ જ સિલસિલામાં મંગળવારે મોડી રાત્રે મુકેશ અંબાણી દીકરા અનંત અને વહુ રાધિકા સાથે મુખ્ય પ્રધાન શિંદેને આમંત્રણ આપવા પહોંચ્યા હતા. તેમણે સીએમ શિંદે સાથે મુલાકાત કરીને તેમને બુકે વગેરે ભેટ આપીને લગ્નનું આમંત્રણ આપ્યું હતું. શિંદે પરિવારે ખૂબ જ ઉમળકાભેર અંબાણી પરિવારના સભ્યોનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત શિંદે પરિવારની વહુરાણીએ રાધિકા મર્ચન્ટને બાપ્પાની મૂર્તિ પણ ભેટમાં આપી હતી.
આ પણ વાંચો : Anant Ambaniના લગ્નમાં આ ખાસ સાડી પહેરશે Nita Ambani? ચાર મહિનાથી…
આ સાથે સાથે જ એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે મુકેશ અંબાણીએ શરદ પવાર (શરદના નિવાસસ્થાન સિલ્વર ઓક પર જઈને તેમને પણ દીકરા અનંત અંબાણી અને નવવધૂ રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપવા લગ્નમાં હાજર રહેવાનું આમંત્રણ પણ આપ્યું છે.
આ પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે પ્રિ-વેડિંગ સેલિબ્રેશનની જેમ જ અંબાણી પરિવારના આ ગ્રેટ ઈન્ડિયન ફેટ વેડિંગમાં ફિલ્મી દુનિયાના મહાનુભાવોની સાથે સાથે જ રાજકારણના મંધાતાઓ પણ હાજરી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે 12મી જુલાઈના બીકેસી ખાતે આવેલા જિયો કન્વેન્શન સેન્ટર ખાતે આ લગ્ન યોજાશે, એવા પ્રાથમિક અહેવાલો સામે આવી રહ્યા છે.