પત્નીની સામે જ સ્ટેજ પર આ કોના નામના નારા લગાવ્યા Mukesh Ambaniએ? આવું હતું Nita Ambaniનું રિએક્શન…
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? દુનિયાનો કોઈ પણ પતિ પછી એ દુનિયાનો સૌથી ધનવાન ઉદ્યોગપતિ પણ કેમ ના હોય પરંતુ આવી હિંમત તો ના જ કરે, પણ બોસ આપણા ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Businessman Mukesh Ambani)નો સ્વેગ જ અલગ છે. તેમણે પત્ની નીતા અંબાણી (Nita Ambani)ની સામે જ કોઈ અન્ય મહિલાના નામના નારા લગાવ્યા અને નીતા અંબાણી માત્ર જોતા જ રહી ગયા… ચાલો તમને જણાવીએ આખરે કોણ છે આ મહિલા અને મુકેશ અંબાણીએ કેમ આવું કર્યું-
વાત જાણે એમ છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્ન હાલમાં જ સંપન્ન થયા અને આ લગ્નના રિસેપ્શન દરમિયાન જ્યારે નીતા અંબાણીએ આખા અંબાણી પરિવાર અને વેવાણ-વેવાઈ એટલે કે શૈલા મર્ચન્ટ અને વિરેન મર્ચન્ટની ઓળખ કરાવી રહ્યા હતા ત્યારે મુકેશ અંબાણી આવું કર્યું હતું.
રાધિકાની મમ્મી શૈલા મર્ચન્ટ અને વિરેન મર્ચન્ટે આ ઈવેન્ટને ગ્રાન્ડ બનાવનાર મહેમાન અને પેપ્ઝને આભાર માન્યો હતો. આ જ દરમિયાન શૈલા મર્ચન્ટની સ્પીચ સાંભળીને મુકેશ અંબાણીએ એક મજેદાર રિએક્શન આપ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં મુકેશ અંબાણી પોતાની સ્પીચ આપ્યા બાદ શૈલા મર્ચન્ટને બે શબ્દ બોલવા કહે છે અને એ વખતે શૈલા મર્ચન્ટ બધાનો આભાર માને છે અને કહે છે તમે બધા અમારા પરિવારનો હિસ્સો છે. અહીં આવ્યા છો તો આશિર્વાદ આપીને જજો અને જમીને જ જજો… ત્યાર બાદ ધન્યવાદ કહીને તેઓ પોતાની સ્પીચ પૂરી કરે છે અને નીતા અંબાણી શૈલા મર્ચન્ટને ગળે લગાવે છે અને આ જોઈને મુકેશ અંબાણી બોલી ઉઠે છે કે શૈલાભાભીની જય…
આ પન વાચો : Anant-Radhikaના લગ્નમાં સાસુ Nita Ambaniએ પહેરી ખાસ વસ્તુ, કિંમત એટલી કે…
અનંત-રાધિકાના લગ્નના આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેના પર મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.