મુકેશ અંબાણી દર મહિને આટલી રકમ ખર્ચે છે પોતાની સિક્યોરિટી પાછળ…
હાલમાં ભારતના અને એશિયાની શ્રીમંત વ્યકિતઓમાં જેમની ગણતરી થાય છે એવા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમને જાનથી મારી નાખવાની મળેલી ધમકીને પગલે ચર્ચામાં છે. પરંતુ શું તમે જાણો છો કે મુકેશ અંબાણી પોતાની સુરક્ષા પાછળ દર મહિને કેટલા પૈસા ખર્ચે છે? કેટલા બધા સુરક્ષારક્ષકોના કિલ્લા વચ્ચે તેઓ રહે છે? નહીં ને? ડોન્ટ વરી આજે અમે તમને અહીં એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ…
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ મુકેશ અંબાણીને ઈમેલ પર જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. આ પહેલાં પણ તેમના મુંબઈ સ્થિત ઘર એન્ટાલિયાની બહારથી એક સ્કોર્પિયો સંદિગ્ધ અવસ્થામાં મળી આવી હતી. આ વખતે ઈમેલ મોકલાવીને ધમકી આપનારા દ્વારા કરોડો રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે.
મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી સાથે એન્ટાલિયામાં રહે છે. મુકેશ અંબાણી પર તોળાઈ રહેલા જોખમોને ધ્યાનમાં લઈને તેમને Z+ સિક્યોરિટી આપવામાં આવે છે અને તેનો તમામ ખર્ચ તેઓ જાતે ઉઠાવે છે.
એક જાણીતા અખબારમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ Z+ સિક્યોરિટી હેઠળ મુકેશ અંબાણી હમેશાં 55 જવાનોના અભેદ્ય ઘેરામાં જ રહે છે અને એમાં 10 NSG કમાન્ડો સહિત અન્ય મોટા પોલીસ ઓફિસરનો સમાવેશ પણ થાય છે.
મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની વાત કરીએ તો એમને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. રીપોર્ટસની વાત પર વિશ્વાસ કરીએ તો અંબાણીની સુરક્ષામાં રેન્જ રોવર જેવી ગાડીઓનો સમાવેશ પણ થાય છે, જેની કિંમત અઢી ત્રણ કરોડ રૂપિયાથી શરૂ થાય છે.
આ ઉપરાંત અંબાણીને પૂરી પાડવામાં આવતી આ સુરક્ષા માટે તેમને કરવા પડતા ખર્ચની વાત કરીએ તો તેઓ આ માટે દર મહિને 15થી 16 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે…