Mukesh Ambaniને પસંદ છે અહીંયાના Idli-Sambhar, અઠવાડિયે ઓર્ડર કરે છે ફૂડ, કિંમત છે 50 રૂપિયા…

ભારત જ નહીં પણ એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એ Mukesh Ambani બિઝનેસ કરવાની સાથે સાથે ખાવા-પીવાના પણ એકદમ શોખીન છે અને એનો અંદાજો હાલમાં જ દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જામનગર ખાતે યોજાયેલા ત્રણ દિવસના પ્રિ-વેડિંગ બેશમાં આવ્યો હતો. આ જ સેલિબ્રેશન વખતે Mukesh Ambaniનો એક મરચાંના ભજિયા ખાતો વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેઓ એવું પણ કહેતાં સાંભળવા મળ્યા હતા કે ખંભાળિયાના ભજિયા તો વર્લ્ડ બેસ્ટ ભજિયા છે…
આજે આપણે અહીં વાત કરીશું મુંબઈની એક એવી રેસ્ટોરાં વિશે તે જ્યાંથી દર અઠવાડિયે તેઓ ખાવાનું મંગાવે છે… ખુદ મુકેશ અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો આવો જોઈએ કઈ છે આ રેસ્ટોરાં અને શું છે તેની સ્પેશિયાલિટી…
સ્વાદના શોખિન મુકેશ અંબાણીને ચટપટુ ખાવાનું ખૂબ જ પસંદ છે અને ગુજરાતી પરિવારમાંથી આવતા મુકેશ અંબાણીને સાઉથ ઈન્ડિયન ખાવાનું ખૂબ જ પસંદ છે અને મુંબઈના માટુંગા ખાતે આવેલી 88 વર્ષ જૂની રેસ્ટોરાંમાંથી દર અઠવાડિયે તેઓ ફૂડ ઓર્ડર કરે છે. આ રેસ્ટોરાં સાથે તેનો સંબંધ કોલેજના દિવસથી છે. કોલેજના દિવસથી જ તેઓ મિત્રો અને ફેમિલી સાથે આ રેસ્ટોરાંમાં આવે છે અને આ રેસ્ટોરાં તેમને એટલી બધી ગમી ગઈ છે કે તેઓ આજે પણ અહીંનું ખાવાનું પસંદ કરે છે.
1936માં શરૂ થયેલો કેફે મુંબઈનો સૌથી જૂનો કેફે છે. ચોથી ફેલ એ રામા નાયકે આ કેફેની શરૂઆત કરી હતી. પહેલાં તેઓ રસ્તા પર કેળાના પાન પર ઈડલી અને ઢોસા વેચતા હતા અને ધીરે ધીરે તેમની લોકપ્રિયતા વધવા લાગી હતી અને તેમણે માટુંગામાં પોતાનો પહેલો કેફે શરૂ કર્યો.
મુકેશ અંબાણીને આ કેફેનો ઈડલી-સાંભાર સૌથી વધારે પસંદ છે અને તેઓ અવારનવાર દર અઠવાડિયે અહીંથી જ ફૂડ ઓર્ડર કરે છે. કેફેએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મુકેશ અંબાણીના ફોટો અને વીડિયો શેર કર્યા છે અને તેમાં તેઓ આ કેફે વિશે વાત કરી રહ્યા છે.
મુકેશ અંબાણીને ભાવતા ઈડલી સાંભારની એક પ્લેટની કિંમત 50 રૂપિયા છે અને માત્ર મુકેશ અંબાણી જ નહીં પણ બોલીવૂડના અનેક સેલેબ્સ, પોલિટિશિયન્સ, સ્પોર્ટ્સમેન પણ આ કેફેનું સ્વાદિષ્ટ સાઉથ ઈન્ડિયન ફૂડ ખાવા માટે આવે છે. રાજ કપૂર એન્ડ ફેમિલીને પણ અહીંનું ફૂડ ખૂબ જ પસંદ છે. કેફેના મેન્યુમાં 80થી વધુ ઢોસાની વેરાઈટી જોવા મળે છે.