એક મિનિટમાં મુકેશ અંબાણી અને ઇલોન મસ્ક કેટલા રૂપિયા કમાય છે? જાણીને ચોંકી જશો!

ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) લઈને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્ક કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી છે કરોડો-અબજો રૂપિયાના માલિક એવા આ બિઝનેસમેન એક મિનિટમાં કેટલી કમાણી કરી લે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
જ્યાં આપણે આઠ કલાક મહેનત કરીને મહિને 40થી 50 હજાર રૂપિયાની કમાણી કરી શકીએ છીએ, પણ જ્યાં તમે 40થી 50 હજાર રૂપિયા મહિનાની કમાણી કરો છો ત્યાં કેટલાક લોકો જે એક મિનિટમાં જ લાખો નહીં પણ કરોડો રૂપિયા કમાઈ લે છે. આવી સ્થિતિમાં મુકેશ અંબાણી અને ઈલોન મસ્ક એક મિનિટમાં કેટલા પૈસા કમાવે છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે અને બિઝનેસ પેટ્રોલિયમ, ગેસ, ટેલિકોમ, રિટેલ, ડિજિટલ અને 5જી જેવા સેક્ટર્સમાં ફેલાયેલા છે. એપ્રિલ, 2025 સુધી અંબાણીની કુલ સંપત્તિ 110 અબજ ડોલર એટલે કે 9 લાખ કરોડ રૂપિયા છે અને તેઓ 12મા સૌથી અમીર વ્યક્તિ છે.
મુકેશ અંબાણીની એક દિવસની કમાણી 163 કરોડ રૂપિયા જેટલી છે. મુકેશ અંબાણી એક મિનિટમાં 11.3 લાખ રૂપિયાની કમાણી કરી લે છે. કેટલાક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર એક સમય હતો કે જ્યારે અંબાણી દરેક મિનિટ પર 2.35 લાખ કમાણી કરી રહ્યા હતા અને તે એ સમયની એક ભારતીયની સરેરાશ વાર્ષિક કમાણી કરતાં પણ વધારે હતી.
એલન મસ્ક અનેક કંપનીઓના માલિક છે અને તેમને ટેક્નોલોજી અને ઈલેક્ટ્રિક કારની દુનિયાના ક્રાંતિકારી માનવામાં આવે છે. ઓગસ્ટ, 2025 સુધી મસ્કની કુલ સંપત્તિ 214 અબજ ડોલર એટલે કે આશરે 17.5 લાખ કરોડ રૂપિયા છે અને તેઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. આ રિપોર્ટમાં કરવામાં આવેલા અનુસાર ઈલોન મસ્ક એક મિનિટમાં 5.72 લાખ ડોલર જેટલી છે. એમાં પણ ખાસ કરીને અમેરિકામાં રાજકીય પલટો અને ટેક્નોલોજી સેક્ટરના ગ્રોથે તેમની સંપત્તિને નવી ઉંચાઈ પર પહોંચાડી દીધા છે.
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2025 અનુસાર આ વર્ષે ભારતને 13 નવા અબજોપતિ મળ્યા છે. હવે ભારતમાં કુલ 284 અબજોપતિઓ છે અને એમાંથી 175 અબજોપતિઓની સંપત્તિમાં વૃદ્ધિ છે. જ્યારે 109 લોકોની સંપત્તિ એટલી જ રહી છે કે પછી ઘટાડો જોવા મળ્યો છે.
ચોંકી ઉઠ્યાને અંબાણી અને મસ્કની એક જ મિનિટની કમાણીનો આંકડો સાંભળીને? આ બંને અબજોપતિઓની એક મિનિટની કમાણી તો કદાચ આપણી જીવનભરની કમાણીનો આંકડો હોઈ શકે છે.
આપણ વાંચો: SMSથી થતાં સ્કેમથી બચવું હોય તો આ કોડ્સને સમજી લો, નહીં ફસાવું પડે સ્કેમર્સની જાળમાં!