એન્ટાલિયામાં આવેલા આ રૂમ સાથે છે મિસિઝ અંબાણીની સુંદરતાનું કનેક્શન…
પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ગણતરી દુનિયા અને એશિયાના શ્રીમંત વ્યક્તિમાં કરવામાં આવે છે અને મુકેશ અંબાણી નીતા અંબાણી અવારનવાર તેમની લાઈફસ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં આવતા જ હોય છે. હવે ફરી એક વખત નીતા અંબાણી ચર્ચામાં આવ્યા છે અને આ વખતે તેઓ ચર્ચામાં આવ્યા છે તેમને મેકઅપ રૂમને કારણે.
પહેલી જ વખત અંબાણી ફેમિલીના મુંબઈ ખાતે આવેલા એન્ટાલિયાન ડ્રેસિંગ રૂમની તસવીરો સામે આવી છે આ ડ્રેસિંગ રૂમ જ નીતા અંબાણીની સુંદરતાનું સિક્રેટ છે. હાલમાં જ નીતા અંબાણીએ તેમનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ જ દિવસે તેમનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો નીતા અંબાણીના મેકઅપ રૂમનો છે.
60 વર્ષની ઉંમરે પણ નીતા અંબાણીની સુંદરતા એકદમ લાજવાબ છે. પહેલી જ નવેમ્બરના નીતા અંબાણીએ પોતાના જન્મદિવસની ઊજવણી કરી હતી અને એ સમયનો આ વીડિયો છે. આ વીડિયો નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.
સોશિયલ મીડિયા પર વાઈર થઈ રહેલાં આ વીડિયોમાં નીતા અંબાણીની મેકઅપ રૂમની ઝલક જોવા મળી રહી છે, જેમાં અલગ અલગ બ્રાન્ડ્સના પરફ્યૂમ, ફોટોફ્રેમ અને મેકઅપનો સામાન જોવા મળી રહ્યો છે. આ રૂમમાં એક મોટો પણ અરીસો પણ જોવા મળી રહ્યો છે અને વીડિયોમાં નીતા અંબાણી સાથે તેમના વહુરાણી રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી રહી છે.
રાધિકા મર્ચન્ટે પિંક અને રેડ ફ્લોરલ સ્મોક ડ્રેસ પહેર્યો હતો, જ્યારે નીતા અંબાણી ગુલાબી રંગની બનારસી સાડી પહેરી હતી.
અંબાણીઝનું 27 માળીય એન્ટાલિયા હંમેશા જ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતું હોય છે પછી એ ઈમારતની સિક્યોરિટીની વાત હોય છે લાખોમાં આવતું ઈલેક્ટ્રિસિટી બિલ હોય કે પછી ફૂલી એસી કાર પાર્કિંગની વાત હોય…