બજારમાં 20-30 રૂપિયામાં મળતા પોપકોર્ન થિયેટરમાં આટલા મોંઘા કેમ હોય છે? આ છે કારણ…

આપણે ઘણી વખત ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે PVR, Multiplex અને થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ છીએ અને ઈન્ટરવલમાં થિયેટરની કેન્ટિનમાં વેચાતા પોપકોર્ન, સમોસા, પિઝ્ઝા, કોલ્ડ ડ્રિન્ક્સ વગેરે ખાવાનું મન થાય છે પણ એના ભાવ જોઈને જ આપણે આપણી ઈચ્છા પર કાબૂ કરી લઈએ છીએ. પણ ક્યારેય વિચાર્યું છે ખરું કે બહાર એકદમ સસ્તા ભાવે મળતી આ વસ્તુઓ થિયેટરમાં જઈને કેમ મોંઘી બની જાય છે? અહીં મળતાં પોપકોર્નની કિંમત તો મૂવી ટિકિટ કરતાં પણ વધારે મોંઘા હોય છે. ચાલો આજે તમને એ પાછળનું કારણ જણાવીએ…
માર્કેટમાં 20-30 રૂપિયામાં મળતા પોપકોર્ન થિયેટરમાં 200-300 રૂપિયામાં મળે છે અને ઘણી વખત તો એની કિંમત આના કરતાં પણ વધુ હોય છે. તમારી જાણ માટે કે મલ્ટિપ્લેક્સમાં કમર્શિયલ જગ્યા ખૂબ જ મોંઘી હોય છે અને એટલે જ તેની સાથે જીએસટી, સર્વિસ ટેક્સ જેવા વિવિધ ચાર્જ તેમાં જોડી દેવામાં આવે છે. આ કારણે તે એટલા બધા મોંઘા થઈ જાય છે.
જોકે, આ મુદ્દો આ પહેલાં પણ અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે અને થોડાક સમય પહેલાં પીવીઆરના ચેરમેન અજય બિજલીએ પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી. અત્યારે મલ્ટિપ્લેક્સમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સિંગલ સ્ક્રીન હજી પણ મલ્ટિપ્લેક્સમાં પરિવર્તિત કરાઈ રહી છે અને એને કારણે એનો ઓપરેશનલ ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને આ જ કારણે પીવીઆરમાં મળતાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર PVR દ્વારા થોડા સમય પહેલાં જ ટિકિટના ભાવમાં વૃદ્ધિ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીવીઆર દર વર્ષે ટિકિટના ભાવમાં પાંચથી સાત ટકાનો વધારો કરે છે.