Chocholate Day પર દુનિયાની મોંઘી ચોકલેટ્સની દુનિયામાં એક લટાર, કિંમત એટલી કે…
![Most expensive chocolate in the world](/wp-content/uploads/2025/02/Most-expensive-chocolate-in-the-world.webp)
હાલમાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે અને આ વીકના ત્રીજા દિવસે ચોકલેટ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસે કપલ્સ એકબીજાને ચોકલેટ્સ આવે છે. ચોકલેટ એ દુનિયાની એક એવી વસ્તુ છે કે જે નાનાથી લઈને મોટા સુધી તમામ લોકોને ખૂબ જ પસંદ પડે છે.
તમે અત્યાર સુધીમાં ખાધેલી મોંઘામાં મોંઘી ચોકલેટ કેટલા રૂપિયાની હશે? 500 કે વધુમાં વધુ 1000 રૂપિયા? ચાલો આજે અમે તમને અહીં દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ્સ વિશે જણાવીએ.
અમે અહીં જે ચોકલેટ્સ વિશે વાત કરી રહ્યા છીએ એમની કિંમત ખૂબ જ વધારે છે. આ કિંમત એટલી વધારે છે કે એની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જશે-
વાત જ્યારે દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ્સની તો આ યાદીમાં સૌથી પહેલાં નામ આવે છે La Madeline au Truffeનું. આ ચોકલેટ નિપ્સચિલ્ડ નામની કંપની દ્વારા બનાવવામાં આવે છે અને આ ચોકલેટ ઓર્ડર બેઝ હોય છે અને ઓર્ડર કર્યાના 14 દિવસ બાદ ડિલિવર કરવામાં આવે છે.
આ ચોકલેટની કિંમત વધારે કેમ છે એના કારણ વિશે તો તે દુનિયાના દુર્લભ મશરુમમાંથી બનાવવામાં આવે છે. આ મશરૂમની કિંમત જ 80 થી 85 હજાર રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.
બીજા નંબરે આવે છે DeLafées ગોલ્ડ ચોકલેટ. આ મોંઘી ચોકલેટની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ ચોકલેટ સ્વિસ સોનાના સિક્કા સાથે આવે છે. એક બોક્સમાં 8 ચોકલેટ આવે છે અને એની સાથે એક 24 કેરેટ સોનાનો સિક્કો પણ આપવામાં આવે છે. આ ચોકલેટની કિંમત 33 હજાર રૂપિયા છે.
આપણ વાંચો: ચાંદનીની મદમસ્ત શ્રીદેવી અને સિલસિલાની સિલ્કી રેખાઃ વેલેન્ટાઈન્સ વીક પર થિયેટરોમાં જલસો…
દુનિયાની સૌથી મોંઘી ચોકલેટમાં Debauve & Gallais Le livreનું નામ પણ સામેલ છે. આ એક ફ્રેન્ચ ચોકલેટ છે અને તેને ગોલ્ડન પ્લેટેડ બોક્સમાં પેક કરવામાં આવે છે. અહીંયા તમારી જાણ માટે આ બોક્સની અંદર 35 ચોકલેટ આવે છે, જે હાથથી બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 35 ચોકલેટવાળા આ બોક્સની કિંમત 46 હજાર રૂપિયા છે.
એની સાથે જ એક નાનું બોક્સ પણ આવે છે, જેમાં 12 ચોકલેટ આવે છે અને એની કિંમત 28 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે.
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એટલે Toak એ દુનિયાની મોંઘી ચોકલેટ્સમાંથી એક છે. આ ચોકલેટની કિંમત 20 હજાર રૂપિયા છે. આ ચોકલેટલી ખાસ વાત એ છે કે આ ચોકલેટ 50 ગ્રામના બારમાં આવે છે. તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં તેના ફક્ત 574 બાર જ છે. આ ચોકલેટને બનાવવામાં શેરડીનો રસ અને કોકો પાઉડરથી બનાવવામાં આવે છે.