તો શું બિયર પીનારા લોકોને મચ્છર વધુ કરડે છે?
ચોમાસાના આગમનની સાથે જ દેશભરમાં વરસાદી માહોલ થઇ ગયો છે. ઠેર ઠેર ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં વરસાદ અને પાણી ભરાવાને કારણે મચ્છરોની સંખ્યા અને તેનાથી ફેલાતી બીમારીઓ વધી રહી છે. પરંતુ આજે અમે તમને એક નવી વાત જણાવવાના છીએ. શું તમે જાણો છો કે બિયર પીનારા લોકોને સામાન્ય માણસો કરતાં મચ્છરો વધુ કરડે છે.
હા, બિયર પીનારાઓને મચ્છર કેમ વધુ કરડે છે આજે અમે તમને આની પાછળનું કારણ જણાવીશું.
વરસાદી માહોલમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. એ સાથએ જ ચીકનગુનિયા, મલેરિયા જેવા ખતરનાક રોગોનો ભય પણ વધી જાય છે. લોકો મચ્છરોથી બચવા માટે ઘણા પગલાં લે છે.
મચ્છર ચોક્કસ લોકોને કરડે છે. અનેક લેબમાં મચ્છરોના માનવ તરફ આકર્ષિત થવાના કારણો વિશે સંશોધન કરવામાં આવ્યું છે અને એમ જાણવા મળ્યું છે કે શરીરની ગંધ, ચામડીનો રંગ, ચામડીનું તાપમાન અને પોત, ચામડી પર રહેતા જીવજંતુઓ, ગર્ભાવસ્થા, માણસો દ્વારા ઉત્સર્જિત કાર્બન ડાયોક્સાઇડ, આલ્કોહોલ અને આહારને કારણે મચ્છર કેટલાક લોકોને વધુ કરડે છે.
આ પણ વાંચો: Gujarat માં મચ્છરજન્ય રોગચાળો વકર્યો , ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો, એક દર્દીનું મોત
આ ઉપરાંત વધુ પરસેવો થતા લોકોને, સગર્ભા સ્ત્રીઓને, ઉચ્ચ તાપમાન ધરાવતા લોકો અને કાળી ત્વચા ધરાવતા લોકોને પણ મચ્છર વધુ કરડે છે. એવુ પણ માનવામાં આવે છે કે બિયર પીનારા લોકો તરફ મચ્છરો વધુ આકર્ષાય છે. એક અભ્યાસના સંશોધનમાં આ બાબત સામે આવી છે.
મચ્છરોની 3500 થી વધુ પ્રજાતિઓ અસ્તિત્વમાં છે, જેમાંથી માત્ર કેટલીક માદા પ્રજાતિઓ જ માણસોને કરડે છે. માદા મચ્છરને તેમના ઈંડા માટે પ્રોટીનની જરૂર હોય છે અને મચ્છરને માનવ રક્તમાંથી પ્રોટીન મળે છે. આ જ કારણે મચ્છર ત્વચા પર સોય જેવા ડંખ મારી લોકોને કરડે છે. મચ્છર કરડ્યા પછી ત્વચા પર ખંજવાળ, સોજો અને અન્ય ગંભીર ચેપ થાય છે. મચ્છરોથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાય છે.
કેટલાક અભ્યાસમાં એવું પણ જોવા મળ્યું છે કે બ્લડ ગ્રુપ A ધરાવતા લોકોને મચ્છર ઓછા કરડે છે અને બ્લડ ગ્રુપ O ધરાવતા લોકોને મચ્છર સૌથી વધુ કરડે છે. એમ પણ જાણવા મળ્યું છે કે મચ્છરોથી બચવાનો એક રસ્તો હળવા રંગના કપડાં પહેરવાનો છે.