સ્પેશિયલ ફિચર્સ

viral video: માત્ર બાળકો જ નહીં વાનરાઓને પણ મળે છે મમ્મીનો મેથીપાક, જૂઓ વીડિયો

મા એ મા વીજા વગડાના વા આ કહેવત દરેક જીવને લાગુ પડે છે. ઘણા વીડિયો વાયરલ થાય છે જેમાં માદા પ્રાણી પોતાના બચ્ચાને વહાલ કરતું હોય કે તેની સંભાળ લેતું હોય તે જોવા મળે, પરંતુ એક વીડિયો વાયરલ થયો છે તેમાં પ્રાણીઓમાં પણ બાળકોની શાન ઠેકાણે લાવવા મા મેથીપાક જ આપતી હોય તે જોવા મળે છે. આ વિડિયોમાં એક માદા વાનર છે (Monkey slap baby cute video) જેનું ટેણીયું મસ્તી કરતું હોવાથી તે તેને પકડી થપાટા મારતી જોવા મળે છે.

ટ્વિટર એકાઉન્ટ @desimojito પર અવારનવાર વિચિત્ર વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. તાજેતરમાં, આ એકાઉન્ટ પર આવો જ એક વિડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એક માદા વાનર તેના બાળકને ફટકારી રહી છે અને તેને પાઠ ભણાવી રહી છે. વીડિયો પોસ્ટ કરતી વખતે લખવામાં આવ્યું હતું- બાળકોને શિસ્ત શિખવવા તમારે કડક બનવું પડશે.


આ વીડિયોમાં એક વાનરનું બાળક બીજી દિશામાં જતું જોવા મળે છે. પછી તેની માતા તેને પોતાની તરફ ખેંચે છે, પછી તેને થપ્પડ મારે છે. તેના તેના વાળ પકડી રાખે છે અને ચહેરો પોતાની તરફ ફેરવીને મારતી જોવા મળે છે. ભલે આપણને વાંદરાઓની ભાષા શું તેનીનખબર નથી, પણ જોઈને સમજાય જાય કે વાંદરો બાળકને ઠપકો આપી રહ્યો છે અને તેને ખરાબ વર્તન કરવા બદલ માર મારી રહ્યો છે.


આ વીડિયોને 3 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. એકે કહ્યું કે આ જોઈને તેનું બાળપણ યાદ આવી ગયું. જ્યારે એકે કહ્યું કે દરેક જીવમાં માતા સમાન છે.


જોકે બાળક સાથે સમજથી કામ લેવું વધારે સલાહભર્યું છે.

https://twitter.com/i/status/1765073191532474524

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button