'મહાકુંભ ગર્લ'નું નસીબ ચમક્યુંઃ માળા વેચતી હતી, હવે ફરે છે કરોડોની કારમાં! | મુંબઈ સમાચાર

‘મહાકુંભ ગર્લ’નું નસીબ ચમક્યુંઃ માળા વેચતી હતી, હવે ફરે છે કરોડોની કારમાં!

સોશિયલ મીડિયાની શક્તિનું તાજેતરનું ઉદાહરણ મધ્ય પ્રદેશની 16 વર્ષની મોનાલિસા ભોંસલે છે. મહા કુંભ મેળામાં મોતી અને રુદ્રાક્ષની માળા વેચતી આ સાધારણ છોકરી હવે એક ચમકતો સિતારો બની ગઈ છે. આ બધું એક વાયરલ ફોટોથી થયું, જેણે તેના જીવનની દિશા બદલી નાખી. મહાકુંભમાં મોનાલિસાની કજરારી આંખોએ લોકોનું ધ્યાન ખેંચ્યું અને તેનો વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો.

આ દરમિયાન, બોલિવૂડની પણ તેના પર નજર પડી અને તેને એક ફિલ્મની ઓફર મળી. હવે મોનાલિસા એક અભિનેત્રી બની ગઈ છે અને ફિલ્મોમાં આવતા પહેલા તે મ્યુઝિક વીડિયો અને ઇવેન્ટ્સમાં જોવા મળે છે. તાજેતરમાં જ તેનો પહેલો મ્યુઝિક વીડિયો રિલીઝ થયો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ કારણે મોનાલિસા ચર્ચામાં છે.

આપણ વાંચો: OMG, એવું તે શું થયું કે કુંભમેળામાંથી જતી રહી ઈન્ટરનેટ સેન્સેશન Monalisa?

મોનાલિસાનું બાળપણ એક નાના ઘરમાં વિત્યું છે. તે ધાર્મિક મેળાઓમાં માળા વેચીને તેના પરિવારને મદદ કરતી હતી. એક દિવસ કુંભ મેળામાં એક ફોટોગ્રાફરે તેનો ફોટો પાડ્યો, તેના માસૂમ સ્મિત, ચમકતી આંખો અને સાદગીપૂર્ણ સુંદરતાએ લોકોના દિલ જીતી લીધા. આ ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થયો અને મોનાલિસા અચાનક બધાની નજરમાં આવી ગઈ. જે છોકરી એક સમયે માળા વેચીને સો કે બસો રૂપિયા કમાતી હતી તે હવે વૈભવી જીવનનો આનંદ માણી રહી છે.

મહાકુંભની બ્યુટી ગર્લ તરીકે જાણીતી મોનાલિસા મોંઘા કપડાં પહેરવાથી લઈને વૈભવી રેસ્ટોરાંમાં ખાવાનું અને મોંઘી કારમાં મુસાફરી કરવી, તે તેના માટે સામાન્ય બની ગયું છે. તાજેતરમાં, તેનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં તે વૈભવી કારમાં મુસાફરી કરતી જોવા મળે છે.

આપણ વાંચો: સ્મિતસભર ત્રણ ચહેરાનાં હજુ અકબંધ છે રહસ્ય..!

ઘણા બધા લોકો દાવો કરી રહ્યા છે કે તે જે નવી કારમાં મુસાફરી કરી રહી છે તેની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ છે. જોકે, આ દાવાઓમાં કેટલી સત્યતા છે તે કહી શકાય નહીં. ઘણા લોકો કહે છે કે તે આ કારમાં તેના ગીતના પ્રમોશન માટે જઈ રહી છે. આના થોડા દિવસ પહેલા, મોનાલિસાએ તેની માતા માટે સોનાની ચેઇન ખરીદી હતી, જેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

વાયરલ થયા પછી, મોનાલિસાને એક મ્યુઝિક વિડીયોમાં કામ કરવાની ઓફર મળી હતી . શરૂઆતમાં તે કેમેરા સામે થોડી નર્વસ જણાતી હતી, પરંતુ જ્યારે શૂટિંગ શરૂ થયું ત્યારે તેનો આત્મવિશ્વાસ વધી ગયો. 14 જૂને રિલીઝ થયેલા તેના વીડિયોને પણ સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.

તેના નસીબમાં એવો વળાંક આવ્યો કે તેને દિગ્દર્શક સનોજ મિશ્રાની આગામી બોલિવૂડ ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ માટે સાઇન કરવામાં આવી. આ ઉપરાંત, તે બ્રાન્ડ પ્રમોશન અને ઇવેન્ટ્સમાં પણ દેખાવા લાગી છે. મોનાલિસા હવે મુંબઈમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું જોઈ રહી છે. તેની સફરએ સાબિત કર્યું છે કે જો તમારી પાસે કંઈક ખાસ હોય તો સોશિયલ મીડિયા પર તમારી ઓળખ પળવારમાં બદલાઈ શકે છે .

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button