તમે પણ આ રીતે ચાર્જ કરો છો મોબાઈલ ફોન? આજે જ બંધ કરી દો નહીંતર…
સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયા છે અને આ મોબાઈલ ફોન વગરની લાઈફસ્ટાઈલની કલ્પના કરવી પણ અશક્ય લાગે છે. પરંતુ એ વાત પણ સાચી છે કે આપણે જેટલું ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ એટલી જ તેની યોગ્ય દેખરેખ રાખવી જરૂરી છે.
મોબાઈલ ફોનને ચાર્જ રાખવો એ માત્ર મોબાઈલની જ નહીં પણ તમારી પણ જરૂરિયાત છે. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે ભૂલ કરે છે અને તેમની આ ભૂલ જ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ફોનને ચાર્જ કરવો એ ખૂબ જ જરૂરી છે, પણ ફોનને ચાર્જ કરવાની યોગ્ય રીત વિશે જાણો છો? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
આપણ વાંચો: તમે પણ આ રીતે C-Type Chargerથી ચાર્જ કરો છો મોબાઈલ ફોન? આજે જ બંધ કરી દો નહીંતર…
આપણામાંથી મોટાભાગના લોકો ફોન ચાર્જ કરતી વખતે ફોનની બેટરી લાઈફ અને પર્ફોર્મન્સ બંનેને પ્રભાવિત કરી શકે છે. એમાં પણ જો તમે આખી આખી રાત ફોનને ચાર્જિંગમાં મૂકી રાખો તો તો તમારી આ ભૂલ તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સ્માર્ટફોનમાં મુખ્યત્વે રિચાર્જેબલ લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બેટરી ખૂબ જ હાઈ ટેક્નોલોજી પર આધારિત હોય છે અને એની કુશળતા પર કોઈ શંકા ના કરી શકાય.
પરંતુ આ બેટરીઓને કેટલીક મર્યાદાઓ હોય છે. જો તમે તમારો ફોન સ્વિચ ઓફ થાય ત્યાં સુધી વાપરો છો અને ત્યાર બાદ ચાર્જિંગ પર મૂકો છો તો તમારા ફોનના પર્ફોર્મન્સ પર પણ તેની અસર જોવા મળી શકે છે.
આપણ વાંચો: કોઈનું પણ ચાર્જર વાપરતાં પહેલા થઈ જાઓ સાવધાન!
આ ઉપરાંત જો તમે ફોનની બેટરી 100 ટકા ચાર્જ થયા બાદ પણ એને કલાકો સુધી ચાર્જર સાથે કનેક્ટેડ રહેવા દો છો તો એના કારણે ફોનની બેટરી પર્ફોર્મન્સ પર અસર જોવા મળે છે. એટલું જ નહીં પણ આને કારણે ફોન ઓવરહીટ થઈ જશે અને ફોન ફાટવાનો ડર પણ રહે છે.
જરૂર ના હોય તો ફોનને પ્લગમાંથી કાઢી સાઈડ પર મૂકો. જોકે, ફોનમાં કેટલીક એવી સિસ્ટમ હોય છે જે બેટરી પૂરી ચાર્જ થયા બાદ ચાર્જ કરવાનું બંધ કરી દે છે, પણ એ જાતે ફોન અનપ્લગ્ડ કરવું વધારે હિતાવહ છે.