માઈક્રોસોફ્ટ કંપનીએ લીધો મોટો નિર્ણય, Windows 10ના યુઝર્સને પડશે મોટી તકલીફ, જાણો થશે કેવો ફેરફાર...
સ્પેશિયલ ફિચર્સ

માઈક્રોસોફ્ટ કંપનીએ લીધો મોટો નિર્ણય, Windows 10ના યુઝર્સને પડશે મોટી તકલીફ, જાણો થશે કેવો ફેરફાર…

20મી સદીમાં કમ્યુટરનો યુગ શરૂ થવાથી લઈને કમ્યુટરના ક્ષેત્રમાં આવેલી ક્રાંતિનું મોઈક્રોસોફ્ટ સાક્ષી રહ્યું છે. માઈક્રોસોફ્ટે પોતાની Windows સીરીઝમાં અનેક અપડેટ્સ કર્યા છે. આ અપડેટ્સના અત્યારસુધી 11 વર્ઝન રિલીઝ થઈ ચૂક્યા છે. તાજેતરમાં Windows 11 version 25H2 રિલીઝ કરવામાં આવ્યું હતું. જોકે, હવે Windows 10ના યુઝર્સ કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવો તેની પાછળનું કારણ જાણીએ.

માઈક્રોસોફ્ટ કંપનીએ લીધો મોટો નિર્ણય

10 જુલાઈ 2015માં Windows 10ની શરૂઆત કરવામાં આવી હતી. હવે દસ વર્ષ બાદ માઈક્રોસોફ્ટ કંપનીએ Windows 10 માટે ટેક્નિકલ અને સિક્યોરિટી સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 14 ઓક્ટોબરથી Windows 10 માટે નવો સપોર્ટ રિલીઝ કરશે નહીં. તેથી 14 ઓક્ટોબર પછી Windows 10ના સિસ્ટરમ અને લેપટોપ કામ નહીં કરે. એવી અફવા ફેલાઈ રહી છે. પરંતુ હકીકતમાં આવું કશું થશે નહીં. પરંતુ તેના યુઝર્સને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે.

માઈક્રોસોફ્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયના કારણે હવે Windows 10ની સિસ્ટમની સિક્યોરીટી અથવા કોઈ બગ આવશે તો કંપની તેને રિપેર કરશે નહીં. જેથી તેના યુઝર્સની સમસ્યા ઘટશે અને સાયબર એટેકનું જોખમ પણ વધી જશે. જોકે, Windows 10નો સપોર્ટ સમાપ્ય કર્યા બાદ પણ માઈક્રોસોફ્ટ દ્વારા પોતાના ડિફેન્ડર એન્ટીવાયરસને ઓક્ટોબર, 2028 સુધી સિક્યોરિટી અપડેટ્સ આપતું રહેશે. તેને મદદથી Windows 10 પર કામ કરતા યુઝર્સને બેઝિક લેવલનું પ્રોટેક્શન મળતું રહેશે.

માઈક્રોસોફ્ટ આપશે નવી સુવિધા

Windows 10નો ક્નિકલ અને સિક્યોરિટી સપોર્ટ બંધ કરવાની સાથે માઈક્રોસોફ્ટ દ્વારા એક બીજો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. માઈક્રોસોફટે એક્સટેન્ડેડ સિક્યોરિટી અપડેટ્સ(ESU) પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. 15 ઓક્ટોબરથી યુઝર્સ તેને સબસ્ક્રાઈબ કરી શકશે. તેના દ્વારા યુઝર્સ ફ્રી વિન્ડોઝ બેકઅપ લઈ શકશે અથવા 30 ડૉલર એટલે કે લગભગ 2650 રૂપિયા આપને એક વર્ષ સુધીનું કવરેજ મેળવી શકશે. તેનાથી ઓક્ટોબર 2026 સુધી પ્રોટેક્શન મળશે. બિઝનેસ માટે ESU પ્રોગ્રામની કિંમત 61 ડૉલર એટલે કે લગભગ 5400 રૂપિયા છે. તેને તમે ત્રણ વર્ષ સુધી રિન્યુ કરાવી શકશો.

ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં લાખો લોકો એવા છે, જે Windows 10 નો ઉપયોગ કરી રહ્યા છે. સાથોસાથ તેઓ એવી ડિવાઈસનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં Windows 11ને અપગ્રેડ કરી શકાય તેમ નથી. આવા સંજોગોમાં Windows 10નો સપોર્ટ પૂરો થવાથી આવા યુઝર્સ પર સાયબર એટેકનું જોખમ વધી જશે. એક અહેવાલ પ્રમાણે ઓગસ્ટ 2025 સુધીમાં દુનિયાના 46 ટકા યુઝર્સ Windows 10નો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો…શું વિશ્વના 4% લોકોની નોકરી AIએ છીનવી લીધી? માઈક્રોસોફ્ટએ સૌથી મોટી છટણીનો કર્યો નિર્ણય

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button