Ambani Familyના નવા પડોશી છે આ, જાણીતા બિઝનેસમેનની પત્નીએ ખરીદ્યું કરોડોનું મકાન…
બિઝનેસ સર્કલમાં અંબાણી પરિવાર (Ambani Family)નું નામ ખૂબ જ માનપૂર્વક લેવામાં આવે છે. આ પરિવાર તેની રોયલ અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં આવે છે. હવે અંબાણી પરિવારના નવા પડોશીને કારણે ફરી એક વખત આ પરિવાર ચર્ચામાં આવ્યો છે. એક જાણીતા બિઝનેસમેન ફેમિલીએ અંબાણીઝની બાજુમાં નવું ઘર ખરીદ્યું છે. આવો જોઈએ કોણ છે અંબાણીઝના આ નવા પડોશી-
વાત જાણે એમ છે કે મુકેશ અંબાણી (Mukesh Ambani) અને અનિલ અંબાણી (Anil Ambani)ને નવા પડોશી મળી ગયા છે. એક જાણીતા બિઝનેસમેનની પત્નીએ મુંબઈના કફપરેડ ખાતે 500 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે. અનિલ અંબાણી ભલે હાલમાં પાલી હિલ્સ એરિયામાં પોતાના પરિવાર સાથે રહે છે, જ્યારે મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે એન્ટાલિયા ખાતે રહે છે. પરંતુ એક સમય હતો કે જ્યારે આખો અંબાણી પરિવાર કફ પરેડ ખાતે આવેલા બંગલા સી વિન્ડમાં એક સાથે જ રહેતો હતો.
હવે મુંબઈના કફ પરેડ વિસ્તારમાં અંબાણી પરિવારના સી વિન્ડ બંગલાની નજીક જ મિશેલ પૂનાવાલા (Michelle Poonawalla)એ 500 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે અને એ પણ અંબાણી પરિવારની પ્રોપર્ટીની નજીકમાં જ. મિશેલ પૂનાવાલા ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ યોહાન પૂનાવાલા (Yohan Poonawalla)ની પત્ની છે. યોહાન અને મિશેલ પૂનાવાલાની આ પ્રોપર્ટી 30,000 સ્ક્વેયર ફૂટ એરિયામાં ફેલાયેલી છે અને આ એમનું સેકન્ડ હોમ હશે.
યોહાન પૂનાવાલા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાના કઝિન છે અને તે પૂનાવાલા એન્જિનિયરિંગ ગ્રૂપના ચેરમેન છે. વાત કરીએ મિશેલ પૂનાવાલાની તો તેઓ પોતાનો એક ડિઝાઈન સ્ટુડિયો ચલાવે છે અને આ નવા ઘરમાં પણ તેમનું જબરજસ્ત આર્ટ કલેક્શન જોવા મળશે. યોહાન પૂનાવાલાને કારના કલેક્શનના શોખિન છે અને તેમની પાસે વિન્ટેજ અને લક્ઝરી કારનો 100 કરોડ રૂપિયાથી વધુની વેલ્યુનું કલેક્શન છે.