સ્પેશિયલ ફિચર્સ

Met Gala-2025માં સેલેબ્સે કરવું પડે છે આ પાંચ નિયમોનું પાલન, નહીંતર…

આજથી એટલે કે પાંચમી મેથી મેટ ગાલા-2025 (Met Gala 2025)નો શુભારંભ થયો છે. ભારતીય દર્શકોને મંગળવારે વહેલી સવારે 3.30 કલાકથી સેલિબ્રિટીના લૂક્સ જોવા મળશે. ગ્લેમરની દુનિયાના અનેક હાઈ પ્રોફાઈલ સેલિબ્રિટી આ ઈવેન્ટમાં ભાગ લેશે અને પોતાના ખાસ કસ્ટમ મેડ આઉટફિટ સાથે ફેશનનો જાદુ ચલાવશે.

દર વર્ષે આ ઈવેન્ટમાં સેલિબ્રિટીઓ ભાગ લેવા પહોંચે છે અને તેઓ પોતાની ફેશનથી લોકોના દિલ જિતે છે. આ વખતે તો બી-ટાઉનના રોમેન્સ કિંગ શાહરૂખ ખાન પણ મેટ ગાલામાં ભાગ લેવા માટે જવાના છે અને તે આ ઈવેન્ટમાં સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલો આઉટફિટ પહરસે . આ સિવાય કિયારા અડવાણી, પ્રિયંકા ચોપ્રા અને દિલજિત દોસાંઝ પણ ઈવેન્ટમાં સહભાગી થશે.

પરંતુ શું તમને ખબર છે કે આ ઈવેન્ટ માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવું ખૂબ જ અનિવાર્ય હોય છે નહીં તો સેલેબ્સને બેન પણ કરવામાં આવી શકે છે. આવો જોઈએ શું છે આ નિયમો કે જેનું સેલિબ્રિટીઝે કરવું પડે છે પાલન…

આપણ વાંચો: મેટ ગાલામાં છવાઈ મૂળ ગુજરાતી મોના પટેલ, વિદેશી સ્ટાર્સને પણ પાછળ છોડ્યા

નો ફોન નો સેલ્ફી પોલિસી

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને ગણતરીની સેકન્ડમાં બધુ વાઈરલ થઈ જતું હોય છે. આ જ કારણે મેટ ગાલા ઈવેન્ટમાં નો સેલ્ફી નો ફોન પોલિસી લાગુ કરવામાં આવી છે. આ પોલિસીનું કારણ સેલેબ્સને મેટની અંદરથી ઈન્સ્ટાગ્રામ રીલ્સ કે ટિકટોક વીડિયો શેર કરવાથી રોકી શકાય. તમે આ ઈવેન્ટના જે ફોટો જુઓ છો એમાંથી મોટાભાગના ફોટો ઈવેન્ટથી પહેલાં હોટેલના રૂમમાં લેવામાં આવ્યા હોય છે.

કાંદા-લસણનું સેવન પણ છે વર્જિત

જી હા, આ ઈવેન્ટમાં ભાગ લેનારા સેલેબ્સ માટે નો પ્યાઝ નો લસણ પોલિસી પણ અમલમાં મૂકવામાં આવે છે. આ પોલિસી પાછળનું કારણ એવું છે કે જેથી શ્વાસની દુર્ગંધને દૂર કરી શકાય. બ્રુશેટા જેવી વાનગીઓને પણ ઈવેન્ટના મેન્યુમાંથી દૂર રાખવામાં આવે છે.

સ્મોકિંગ પ્રતિબંધિત છે

મેટ ગાલા-2025 ઈવેન્ટમાં આવનારા મહેમાનોએ સ્મેકિંગ કરવાની મનાઈ હોય છે. આને કારણે ક્યુરેટ કરવામાં આવેલા ફેશનના સંગ્રહને નુકસાન પહોંચી શકે છે, કે પછી તેમાં સિગારેટની સ્મેલ રહી શકે છે.

સિટિંગ અરેન્જમેન્ટ

મેટ ગાલા ઈવેન્ટમાં કોણ કોની બાજુમાં બેસશે એ માટે પણ તગડું પ્લાનિંગ કરવામાં આવે છે. પતિ-પત્નીને પણ સાથે બાજુ-બાજુમાં બેસવા દેવામાં આવતા નથી પછી ભલે તમે એક સીટ માટે 75,000 ડોલર કેમ ના ખર્ચી નાખો, પરંતુ તમે એ વાત નથી નક્કી કરી શકતા કે તમે કોની બાજુમાં બેસશો, કે કોણ તમારી બાજુમાં બેસશે એ આયોજકો નક્કી કરે છે.
આઉટ ફિટ પહેલાંથી અપ્રૂવ કરાવવા પડે છે

જી હા, આ ઈવેન્ટમાં પહેરવા માટેના આઉટફિટ સેલેબ્સે પહેલાંથી અપ્રૂવ કરાવવા પડે છે. ખુદ આયોજકો આ આઉટફિટને અપ્રૂવ કરે છે અને ત્યાર બાદ જ સેલેબ્સને મંજૂરી આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button