ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

છ દિવસ બાદ બુધ કરશે કર્ક રાશિમાં ગોચર, આ ત્રણ રાશિના જાતકોને મળશે Good News…

જ્યોતિષશાસ્ત્રમાં સૌથી વધુ યુવા હોવાને કારણે બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. બુધની શિખવાની ક્ષમતા અને બુદ્ધિને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે બુધ કોઈ જાતકની કુંડળીમાં જ્યારે મજબૂત સ્થિતિમાં હોય છે ત્યારે એ જાતકની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળે છે, બીમારીઓમાંથી રાહત મળે છે. આ જ કારણે જ્યોતિષીઓએ એવું કહ્યું છે કે બુધ જ્યારે પણ ગોચર કરે છે જ્યારે અનેક રાશિઓનું ભલુ કરે છે. હવે ફરી એક વખત ગ્રહોના રાજકુમાર બુધ 22મી ઓગસ્ટના દિવસે કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે, જેને કારણે તમામ રાશિના જાતકોને ઓછા વધુ પ્રમાણમાં લાભ થઈ રહ્યો છે પણ ત્રણ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ધનલાભ થવાની સાથે સાથે જ જીવનમાં ખુશીઓનું આગમન પણ થઈ રહ્યું છે, ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ-

કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે બુધનું ગોચર લાભદાયી સાબિદ થશે. આ રાશિના જાતકોને ખુશખબરી સાંભળવા મળી શકે છે. લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકોને સારી ઓફર મળી શકે છે. કામના સ્થળે પ્રમોશન વગેરે મળી શકે છે. કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

વૃશ્ચિકઃ
આ રાશિના જાતકો માટે બુધનું થઈ રહેલું ગોચર બિઝનેસમાં ઉતાર-ચઢાવ લઈને આવી રહ્યું છે. આ ગોચરને કારણે ભૂતકાળમાં કરેલાં રોકાણથી સારું વળતર થઈ શકે છે. કમાણીના નવા નવા સ્રોત ઊભા થઈ શકે છે. દેવામાંથી મુક્તિ મળી શકે છે. સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવી પડશે.

કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે બુધનું કર્ક રાશિમાં થઈ રહેલું ગોચર સુખદ પરિવર્તન લઈને આવી રહ્યા છે. કોઈ નવા કામમાં રોકાણ કરી શકો છે. નવું ઘર કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. પરિવાર સાથે કોઈ જગ્યાએ યાત્રા વગેરે પર જઈ શકો છો. જીવનસાથી સાથે તાલમેળ જાળવીને આગળ વધવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button