બુધ-ગુરુ બનાવશે ખાસ યોગ, રાજા જેવું જીવન જીવશે ત્રણ રાશિના જાતકો…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર રાશિ પરિવર્તન કરે છે અને આ રાશિ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે કેટલાક ગ્રહોની યુતિ થઈને વિવિધ યોગ અને રાજયોગનું નિર્માણ થાય છે, જેને કારણે રાશિના જાતકોને પારાવાર લાભ થાય છે. આવતા મહિને એટલે કે ઓક્ટોબર મહિનામાં પણ આવો જ રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકોનું સુતેલું ભાગ્ય ચમકી ઉઠશે.
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ઓક્ટોબર મહિનામાં ગુરુ અને શુક્ર સમસપ્તક રાજયોગ બનાવી રહ્યા છે. 13મી ઓક્ટોબરના શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરી રહ્યા છે અને એને કારણે ગુરુ અને શુક્ર એકબીજાથી સાતમા ભાવમાં હશે. આ કારણે સમસપ્તક રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ ત્રણ રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ રહ્યું છે. ગુરુનો સંબંધ ધર્મ, જ્ઞાન, વિવેક, વૈવાહિક સુખ, સંતાન સાથે જોડીને જોવામાં આવે છે, જ્યારે શુક્રને ભોગ વિલાસ, કલા, સંગીત, વૈવાહિક સુખ, ધન સાથે જોડીને જોવામાં આવે છે. આ આ બંને ગ્રહો સમસપ્તક રાજયોગ બનાવશે અને એને કારણે ત્રણ રાશિના લોકોને અઢળક લાભ થશે…
વૃષભ રાશિના જાતકો માટે ગુરુ અને શુક્રની યુતિથી બની રહેલી આ સમસપ્તક રાજયોગ બનવાને કારણે સારા સમાચાર સાંભળવા મળી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તે પણ દૂર થઈ રહી છે. તમારી તમામ ઈચ્છાઓ મનોકામના પૂરી થશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે.
ધન રાશિના જાતકો માટે ઓક્ટોબરની શરૂઆતમાં બની રહેલો આ રાજયોગ પ્રગતિના દ્વાર ખોલશે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થવાના યોગ બનશે. કોઈ જગ્યાએ અટકી પડેલું પૈસા પાછા મળશે. પારિવારિક સંબંધ વધુ મજબૂત થશે. વેપાર કરી રહેલાં વેપારીઓને મોટી ડીલ મળી શકે છે. નફો વધતા તમારી ખુશીનો પાર નહીં રહે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્ર અને ગુરુની યુતિથી બની રહેલો આ સમસપ્તક રાજયોગ ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યો છે. આવકના નવા સોર્સ ઊભા થઈ રહ્યા છે. લાંબા સમયથી જો કોઈ બીમારી સતાવી રહી હતી તો તેમાંથી મુક્તિ મળશે. નોકરી અને કારકિર્દીમાં સફળતા તમારું મન પ્રફુલ્લિત રહેશે.