આ છે અંબાણી પરિવારના ફેવરિટ મેકઅપ આર્ટિસ્ટ, હેર સ્ટાઈલિશ અને ડિઝાઈનર
આજકાલ અંબાણી પરિવાર ભારે ચર્ચામાં છે. અંબાણી પરિવારના પુત્રનો હાલમાં બીજો પ્રી વેડિંગ બેશ ઇટાલીમાં ક્રૂઝ પર યોજાઇ ગયો. દુનિયાભરના સેલિબ્રિટીઝ અને મહાનુભાવોને આ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ હતું અને ત્રણ દિવસ સુધી ચાલેલા આ બેશમાં દરેક જણ એક મિનિટ માટે પણ કંટાળો ના અનુભવે એની તમામ તકેદારીઓ રાખવામાં આવી હતી. શાહરૂખ ખાન, સલમાન ખાન, કરિશ્મા કપૂર, કરણ જોહરથી લઈને અનન્યા પાંડે સુધીના તમામ સેલેબ્સ ક્રૂઝ પર હાજર હતા. અલ્ટ્રા લક્ઝુરિયસ લાઇફ સ્ટાઇલ ધરાવતા અંબાણી પરિવારની તો વાત જ ન્યારી છે. દીકરાના લગ્નમાં કરોડોનો ખર્ચ કરનારા અંબાણી પરિવારને દરેક ફંક્શનમાં અપ ટુડેટ, અલ્ટ્રા ફેશનેબલ અને એલિગન્ટ રાખવા માટે ફેશન ડિઝાઈનર, મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઈલિસ્ટો પણ હાજર છે. આજે આપણે એના વિશે જ જાણીશું.
અંબાણી પરિવારની પુત્રવધુ અને દીકરીઓ પોતાના લુક પર ખાસ ધ્યાન આપે છે. નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ, શ્લોકા મહેતા અને ઈશા અંબાણીના ફેશન ડિઝાઈનરની યાદીમાં મનીષ મલ્હોત્રા, અબુ જાની-સંદીપ ખોસલાનો સમાવેશ થાય છે. આ ફેશન ડિઝાઇનરો ફિલ્મ સ્ટારોના ફેવરિટ છે. તેમણે કિયારા અડવાણી, પરિણીતી ચોપરા, કરીના કપૂર, દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું છે. અનંત અંબાણીના જામનગર ખાતેના પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શનમાં નીતા અંબાણીએ મનીષ મલ્હોત્રા, અબુ જાની અને સંદીપ ખોસલાના ડિઝાઇનર વસ્ત્રો પરિધાન કર્યા હતા. તેમની ક્યુટ પુત્રવધુ રાધિકા મરચંટે તરુણ તિહલાની, વર્સાચે ગાઉન, અબુ જાની સંદીપ ખોસલાથી લઈને મનીષ મલ્હોત્રાના ડિઝાઇનર વસ્ત્રો પહેર્યા હતા.
અંબાણી પરિવારની ફેવરિટ સ્ટાઇલિશની વાત આવે તો તે છે અનૈતા શ્રોફ અદાજાનિયા. ઇશા અંબાણી પણ અનૈતાને ઘણી પસંદ કરે છે. અનૈતાએ ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામ કર્યું છે. અંબાણી પરિવારની ભાવિ પુત્રવધુ રાધિકાની અંગત સ્ટાઈલિશ શેરીન છે. તેણે પણ બોલિવૂડમાં કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામ કર્યું છે. રાધિકાની ફેવરિટ હેર સ્ટાયલિસ્ટ સંગીતા હેગડે છે. સંગીતા પણ બોલિવૂડ હિરોઇનોની ફેવરિટ સ્ટાયલિસ્ટ છે.
નીતા અંબાણી અને ઈશા અંબાણી મેકઅપ માટે મિકી કોન્ટ્રાક્ટરને પસંદ કરે છે. મિકી કોન્ટ્રાક્ટર બોલિવૂડના પણ ફેવરિટ મેકઅપ આર્ટિસ્ટ છે. મિકીને બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. રાધિકાની પસંદગીની મેકઅપ આર્ટિસ્ટ છે લવલીન રામચંદાની. નાના-મોટા ફક્શનોમાં રાધિકા તેની પાસે જ મેકઅપ કરાવે છે. લવલીનના ગ્રાહકોમાં શ્રિયા પિલગાંવકર, નીલમ કોઠારી, સાનિયા મિર્ઝા, વિદ્યા બાલન, અનન્યા બિરલા અને નિમ્રત કૌર જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.