એક વ્યક્તિ કેટલા Sim Card રાખી શકે? જાણી લો નહીંતર થશે બે લાખ રૂપિયા સુધીનો દંડ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

એક વ્યક્તિ કેટલા Sim Card રાખી શકે? જાણી લો નહીંતર થશે બે લાખ રૂપિયા સુધીનો દંડ…

એક સમય હતો કે જ્યારે માણસની જરૂર માત્ર રોટી, કપડાં અને મકાન પૂરતી જ સિમીત હતી, પરંતુ હવે એમાં મોબાઈલ ફોન અને ચાર્જર પણ જોડાઈ ગયા છે. આજે દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન છે, પરંતુ શું તમને જાણો છો કે એક વ્યક્તિ વધુમાં વધુ કેટલા સિમ કાર્ડ રાખી શકે છે, અને વધારે સિમ કાર્ડ રાખનારને કેટલો દંડ ફટકારવામાં આવે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ જેથી, તમે મુશ્કેલીમાં ના ફસાવ…

વાત કરીએ એક વ્યક્તિ પોતાના નામ પર કેટલા સિમ કાર્ડ રાખી શકે છે અને ભારતમાં લઈને આને શું નિયમ છે એની તો ટેલિકો લો અનુસાર એક વ્યક્તિ વધુમાં વધુ 9 સિમ કાર્ડ રાખી શકે છે. જો કોઈ વ્યક્તિના નામ પર 9 કરતાં વધારે સિમ કાર્ડ છે તો તે વ્યક્તિ સામે પગલાં લેવામાં આવી શકે છે.

જોકે, ભારતમાં 9 સિમ કાર્ડવાળો રૂલ દરેક જગ્યાએ માન્ય નથી. જમ્મુ કાશ્મીર, આસામ, નોર્થ ઈસ્ટમાં આ મર્યાદા 6 સિમ કાર્ડ પૂરતી જ સિમીત છે. આના કરતાં વધારે સિમ કાર્ડ રાખનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે છે.

જો સિમ કાર્ડ લિમીટની મર્યાદા કોઈ વ્યક્તિ વટાવી જાય છે તો તેની પહેલી ભૂલ માટે 50,000 રૂપિયાનો દંડ અને ત્યાર બાદની ભૂત માટે રૂપિયા બે લાખ સુધીનો દંટ ફટકારવામાં આવે છે. હવે તમે કઈ રીત જાણી શકો કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે એ તો એના માટે તમારે સરકારની સંચાર સાથી પોર્ટલ પર જઈને આ વાતની જાણકારી સરળતાથી મેળવી શકો છો. જો તમે સંચાર સાથી પોર્ટલનો ઉપયોગ કરવા માંગો છો તો તે ખૂબ જ સરળ છે. આ એપ આઈઓએસ અને એન્ડ્રોઈડ બંને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. આ પોર્ટલના સ્ટેપ્સ બાકીના પોર્ટલ જેવા જ છે.

સંચાર સાથી એપ કઈ રીતે કામ કરે છે એની તો એના માટે આ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે-

⦁ સૌથી પહેલાં તો સંચાર સાથીના પોર્ટલ પર જઈને મોબાઈલ નંબર નાખીને ઓટીપીથી વેરિફિકેશન કરો
⦁ હવે તમારા નામ પર જેટલા પણ કનેક્શન છે એની એક લિસ્ટ સ્ક્રીન પર આવશે
⦁ જો તમારા લિસ્ટમાં કોઈ એવો નંબર પોપ અપ થાય છે કે જે તમારો નથી તો એ નંબરના ડિએક્ટિવેશનની રિક્વેસ્ટ નાખો

જો કોઈ અજાણ્યુ સિમ કાર્ડ મળે તો શું કરશો?
જો તમને કોઈ એવો નંબર દેખાય કે જે તમે ક્યારેય ખરીદ્યો જ નથી તો તરત જ ડિએક્ટિવેશનની રિક્વેસ્ટ નાખી દો. તમારા ટેલિકોમ પ્રોવાઈડરને આની ફરિયાદ કરો અને કોઈ પણ શંકાસ્પ એક્ટિવિટી જણાય તો તરત જ પોલીસમાં તેની ફરિયાદ નોંધાવો.

આપણ વાંચો:  ફાયર ક્રેકર્સ ઈન્સ્યોરન્સ વિશે સાંભળ્યું છે? હજુ મોડું નથી થયું લેવો હોય તો લઈ લો

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button