મંગળે કર્યું મેષમાં ગોચર, આ ત્રણ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં દર થોડાક સમયે ગ્રહો રાશિ પરિવર્તન કરે છે. પહેલી જૂનના જ ગ્રહોના સેનાપતિ મંગળએ ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ પહેલાં મંગળ મીન રાશિમાં રાહુ સાથે બિરાજમાન હતા, જેને કારણે રાહુ અને મંગળની યુતિ થઈને અંગારક યોગનું નિર્માણ થયું હતું. પરંતુ હવે મંગળના મેષ રાશિમાં પ્રવેશથી આ યોગ સમાપ્ત થયો છે. આ અંગારક યોગ અનેક રાશિના જાતકો માટે કષ્ટદાયી નિવડ્યો હતો, પણ હવે મંગળનું ગોચર થતાં આ રાશિના જાતકોને રાહત તો મળી જ રહી છે પણ એની સાથે સાથે જ અચ્છે દિનની શરૂઆત પણ થવા જઈ રહી છે. આ રાશિના જાકરોની પારાવાર પ્રગતિ થઈ રહી છે, ધનલાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ

મેષ રાશિમાં થયેલાં મંગળના ગોચરને કારણે મેષ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. વૈવાહિક જીવન પણ પહેલાંની સરખામણીએ સારું રહેશે. વેપાર કરનારા લોકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. કોઈ મોટી મોટી ઓફર થઈ રહી છે. નવી નોકરી મળી શકે છે.
આ પણ વાંચો : પાંચ સદી બાદ એક સાથે બન્યા પાંચ રાજયોગ, આ રાશિઓના આવશે Ache Din…
વૃષભઃ

વૃષભ રાશિના જાતકોન માટે અંગારક યોગનું ખતમ થવું શુભ માનવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ, ધનલાભ અને પ્રગતિની પ્રાપ્તિ થઈ રહી છે. નોકરીમાં કોઈ મોટી સફળતા મળી રહી છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રવાસથી લાભ થશે. આવક પહેલાં કરતાં સારી રહેશે. વેપારીઓને લાભ થઈ રહ્યો છે. કુંવારા લોકો માટે સારા સારા સગપણ આવી શકે છે. જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે.
મીનઃ

મીન રાશિમાં જ રાહુ અને મંગળની યુતિથી અંગારક યોગ બન્યો હતો અને આ કારણે જ આ રાશિના જાતકોને મુશ્કેલી પડી રહી હતી. પરંતુ હવે તમામ સમસ્યાઓ ખતમ થઈ રહી છે અને ભાગ્યને પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ માટે વિચારી રહેલાં લોકો માટે પણ સમય અનુકૂળ છે. અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. દેશ-વિદેશની યાત્રાએ જઈ શકો છો. આવકમાં વૃદ્ધિ થશે.