મંગળે કર્યું શનિની રાશિમાં ગોચર, આ પાંચા રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ…
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહો, નક્ષત્રો અને તેમની હિલચાલને કારણે બનતા-બગડતા યોગ વિશે ખૂબ જ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. ગ્રહોની આ હિલચાલની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. આજે આપણે અહીં આવા જ એક ગોચર વિશે વાત કરવા જઈ રહ્યા છે. આ ગોચરને કારણે તમાર રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળી રહી છે.
જ્યોતિષીઓ લાલ ગ્રહ મંગળને ગ્રહોના સેનાપતિ તરીકે પણ ઓળખે છે અને આ મંગળ આજે એટલે કે 15મી માર્ચના સાંજે 6 વાગીને નવ મિનિટે મકર રાશિમાંથી નીકળીને શનિદેવની રાશિ કુંભમાં ગોચર કરવા જઈ રહ્યા છે. મંગળને ઊર્જા, શક્તિ, પરાક્રમ, શૌર્યનો કારક માનવામાં આવે છે. મંગળના મકરમાંથી કુંભમાં ગોચરને કારણે પાંચ રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…
મેષઃ
મેષ રાશિના લોકો માટે મંગળનું આ રાશિ પરિવર્તન ખૂબ જ શુકનિયાળ સાબિત થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોના કામમાં જો કોઈ અવરોધ આવી રહ્યા હતા તે દૂર થઈ રહ્યા છે અને સફળતા મળી રહી છે. કરિયરમાં નવી નવી તક મળી રહી છે. ધનલાભના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી બની રહી છે. વેપારીઓ માટે પણ આ સમયગાળો ખૂબ જ સારો છે અને તેમની કોઈ નવી ડીલ ફાઈનલ થઈ શકે છે.
મિથુનઃ
આ રાશિના લોકો માટે પણ મકર રાશિમાંથી મંગળનું કુંભ રાશિમાં થઈ રહેલું ગોચર શુભ સાબિત થવા જઈ રહ્યું છે. કામમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થઈ રહી છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે અને એને કારણે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. નોકરી કરી રહેલાં લોકોના કામના સ્થળે વખાણ થઈ રહ્યા છે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે પણ મંગળનું ગોચર સારા ફળ અને પરિણામો લઈને આવી રહ્યું છે. તેમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. કોઈ જગ્યાએ પૈસા અટકી ગયા હશે તો તે પાછા મળી રહ્યા છે. માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. નોકરી શોધી રહેલાં લોકોને સફળતા મળી રહી છે. મનગમતી નોકરી મળી શકે છે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકોના વૈવાહિત જીવનમાં સુધારો જોવા મળી શકે છે. જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેમના માટે કોઈ સારા સારા માંગા આવી શકે છે. નોકરી કરી રહેલાં લોકોનું પ્રમોશન થઈ શકે છે અને સેલરીમાં પણ વૃદ્ધિ જોવા મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે.
ધનઃ
ધન રાશિના લોકો માટે પણ મંગળનું ગોચર શુભ પરિણામો લઈને આવી રહ્યો છે. વેપારીઓ માટે આ સમયગાળો ખૂબ જ સારો છે. રોકાણ કરનારાઓને સારા પરિણામો મળી શકે છે. અટકી પડેલાં કામો પણ પૂરી થઈ રહ્યા છે. કામના સ્થળે પ્રગતિ થવાની શક્યકા છે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે બોસનો કે ઉપરી અધિકારીનો પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે.