મર્દ કો ભી દર્દ હોતા હૈ… પુરુષો પણ બને છે ડિપ્રેશનનો શિકાર…

મહાનાયક અમિતાભ બચ્ચનના ફેમસ ડાયલોગ મર્દ કો કભી દર્દ નહીં હોતા તો તમને યાદ જ હશે ને? પણ આ ડાયલોગને રિયલ લાઈફમાં ઉતારવા જેવો નથી કારણ કે એમાં કોઈ સચ્ચાઈ જ નથી. મહિલાઓની જેમ જ પુરુષોને પણ જાત જાતની સમસ્યાઓ સતાવે છે અને તેઓ પણ ડિપ્રેશનનો શિકાર બને છે. પરંતુ તેઓ પોતાની આ મનસિક બીમારીને છુપાવે છે.
આપણા સમાજમાં પણ પુરુષોના મેન્ટલ હેલ્થને લઈને એટલી ચર્ચા નથી કરવામાં આવતી જેટલી મહિલાઓના માનસિક સ્વાસ્થ્યને લઈને કરવામાં આવે છે. પરંતુ આજે આપણે અહીં પુરુષોમાં કયા કારણોસર ડિપ્રેશન આવે છે અને તેમનામાં કેવા લક્ષણો જોવા મળે છે એના વિશે વાત કરીશું…
એકલવાયું જીવન જીવે છે
પુરુષોમાં જોવા મળતાં ડિપ્રેશનના લક્ષણની વાત કરીએ તો ડિપ્રેશનથી પીડાતા પુરુષો એકલા રહેવાનું પસંદ કરે છે અને સોશિયલ એક્ટિવિટીમાં પણ ભાગ નથી લેતા. તેમની અંદર લઘુતાગ્રંથિ અને શરમની લાગણી આવે છે અને ઘણી વખત તો આવા પુરુષો રડી પણ પડતાં હોય છે.
ગુસ્સો અને ચીડિયો સ્વભાવ
આ સિવાય ડિપ્રેશનનો શિકાર બનેલા પુરુષો સતત ગુસ્સામાં જ રહે છે અને તેમનો સ્વભાવ ચિડિયો થઈ જાય છે. આવું થવાનું કારણ એવું છે કે આવા પુરુષો એટલા બધા દુઃખી હોય છે કે તેમની કોઈ પણ ભાવના ગુસ્સા સ્વરૂપે જ બહાર આવે છે.
જરૂર કરતાં વધુ કામ કરે છે
પુરુષો જ્યારે ડિપ્રેશનનો ભોગ બને છે ત્યારે તેની અંદર આ લક્ષણ સૌથી વધુ જોવા મળે છે. આવા પુરુષો જરૂર કરતાં વધારે કામ કરવા લાગે છે. આ સિવાય તે લાપરવાહ પણ બની જાય છે. નશાનો સહારો લે છે. આવું તે એટલા માટે પણ કરે છે કે તેણે વાસ્તવિકતાનો સામનો ના કરવો પડે.
સ્લિપિંગ સાઈકલ ડિસ્ટર્બ થાય છે
ડિપ્રેશનનો શિકાર બનેલા પુરુષોની સ્લિપિંગ સાઈકલ ડિસ્ટર્બ થઈ જાય છે. ડિપ્રેશનથી પીડાતા પુરુષોની સ્લિપિંગ સાઈકલ ડિસ્ટર્બ થઈ જાય છે. આવા વ્યક્તિને કાં તો ઘણી વખત વધારે ઊંઘ આવે છે કે પછી કાં તો બિલકુલ ઊંઘ નથી આવતી.