સ્પેશિયલ ફિચર્સ

સાવધાન, મેંગો શેક આપી શકે છે તમને ઢગલો બીમારીઓ! જાણી લેશો તો આજથી જ પીવાનું કરી દેશો બંધ…

અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે આપણામાંથી ઘણા લોકોને ગરમીથી રાહત મેળવવા માટે ઠંડુ ઠુંડું મીઠું મિલ્કશેક પીવાનું તો પસંદ હશે જ, પણ શું તમને ખબર છે કે આ મિલ્કશેક જ તમને ભેટમાં અનેક ગંભીર બીમારીઓ ભેટમાં આપી શકે છે? આ મેંગો મિલ્કશેક તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ચાલો તમને જણાવીએ મેંગો મિલ્કશેક પીવાનું આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થશે-

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર મેંગો મિલ્કશેક પીવાનું આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે અને એમાં પણ જ્યારે તમે દૂધ, કેરી અને સાકર ત્રણેય વસ્તુ મિક્સ કરો છો ત્યારે તો તે સ્લો પોઈઝન જેવું કામ કરે છે.

આપણ વાંચો: મેલ મેટર્સ : આપણા જ સ્વાસ્થ્યને લઈને ગંભીર ક્યારે થશું?

હાઈ શૂગર કન્ટેન્ટઃ

મેંગો શેકમાં કેરીની નેચરલ શૂગરની સાથે સાથે એક્સ્ટ્રા રિફાઈન્ડ શુગર એડ કરવામાં આવે છે મિલ્ક શેકની કેલરી કન્ટેન્ટને વધારે છે. એક ગ્લાસ મેંગો શેક 40-50 ગ્રામ જેટલી સાકર હોય છે.

વધારે પડતું સાકરનું સેવન મેદસ્વિતા અને ટાઈપ ટુ ડાયાબિટીઝ તેમ જ હાર્ટની બીમારી થવાનું જોખમ વધારે હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખાસ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આપણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસઃ શિયાળો લાવ્યો વાયરલ બીમારીઓ…

હાઈ કેલરીઃ

અગાઉ કહ્યું એમ મેંગો મિલ્ક શેકમાં કેલરી પહેલાંથી જ વધુ હોય છે. મેંહો શેક બનાવવા માટે સામાન્યપણે ફૂલ ફેટ મિલ્ક, ક્રીમ કે આઈસ્ક્રીમનો યુઝ કરવામાં આવે છે, જે એને કેલેરીથી વધુ ભરપૂર કરે છે.

એક ગ્લાસ મિલ્ક શેકમાં 300થી 500 કેલેરી સુધી હોય છે, જે વજન વધવાનું કારણ બને છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો મેંગો મિલ્ક શેક તમારા ટાર્ગેટમાં વિઘ્નરૂપ સાબિત થઈ શકે છે.

આપણ વાંચો: નિવારી શકાય એવી બીમારીઓમાં પુરુષ ન હોમાવો જોઈએ!

ડાઈજેશિયન સંબંધિત સમસ્યાઃ

કેટલાક લોકોને દૂધ અને કેરીના કોમ્બિનેશનથી ડાઈજેશિયન સાથે સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આયુર્વેદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દૂધ અને ફળનું મિશ્રણ પેટ માટે ભારે સાબિત થઈ શકે છે.

આને કારણે અપચો, સોજા કે ગેસની સમસ્યા સાબિત થઈ શકે છે. એમાં પણ ખાસ કરીને લેક્ટોઝ ઈનટોલરેન્સવાળા લોકોને આ સમસ્યા સતાવી શકે છે.
કઈ રીતે બચી શકો?

કેરીને તેના નેચરલ ફોર્મમાં ખાવું જ વધારે હિતાવહ છે એટલે મેંગો મિલ્ક શેકને બદલે તમે મેંગો જ ખાવાનું રાખો જેમાં વિટામિન, ફાઈબર અને મિનરલ્સ હોય છે. જો શેક પીવાની ઈચ્છા છે જ તો તમે સાકર વિના અને ઓછા ફેટવાળા દહીં કે નારિયેળ પાણી સાથે બનાવી શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button