કેરીના રસિયાઓ કેરી ખાતા પહેલા આ કામ કરવાનું ભૂલશો નહીં, નહીંતર…
ઉનાળો (Summer) આમ તો અકળાવનારી ઋતુ છે, તેમાં પણ ગ્લોબલ વૉર્મિગને લીધે હવે પારો માર્ચ મહિનાથી જ ઊંચે ચડી જાય છે, અને સાંજે મળતી ઠંડક પણ ગાયબ થઈ ગઈ છે. આ કારણે ઉનાળો ઘણાને ગમતો નથી, પરંતુ ઉનાળાની બે કારણોસર રાહ જોનારો વર્ગ મોટો છે. એક તો વિદ્યાર્થીઓ વેકેશન (students vacations)ની રાહ જૂએ છે ને બીજા ફળોનો રાજા કેરીની (Mangoes). કેરીની મોસમ થોડી મોડી આવી છે. ખાસ કરીને કેસર (Kesar) કેરી હજુ બજારમાં જોઈએ તેટલા જથ્થામાં અને પોષાય તેવા ભાવમાં આવી નથી, પરંતુ હાફૂસ( Alphanso) સહિતની કેરીઓ હવે આવી રહી છે અને મોંઘી હોવા છતાં પણ લોકો ખાઈ છે ત્યારે આ મીઠા, રસદાર ફળને માત્ર સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખાવું જરૂરી છે, પરંતુ તેને ખાતા પહેલા તમારે એક કામ અચૂક કરવાનું છે.
કેરીમાં સારી માત્રામાં ફાઈબર, આયર્ન, સોડિયમ, કેલ્શિયમ, વિટામિન એ, સી, પોટેશિયમ છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થઈ શકે છે, પણ તેને ખાવાના કેટલાંક નિયમો છે, જેમાં સૌથી મહત્વનો હોય તો તે છે કેરીને ખાતા પહેલા ઓછામાં ઓછી એક કલાક માટે સ્વચ્છ સામાન્ય પાણીમાં પલાળવી. આ ટેવ મોટા ભાગે વયસ્ક મહિલાઓને હોય છે કારણ કે તેમના સમયમાં કેરી ગૂણીમાં કે ખળમાં પકવવામાં આવતી અને ફ્રીજમાં ન મૂકતા આ રીતે પાણીમાં મૂકી ઠંડી કરવામા આવતી.
હવે સવાલ એ છે કે આ રીતે રૂમ ટેમ્પરેચરવાળા પાણીમાં કેરીને પલાળવાથી શું ફાયદો થાય તો તેનો જવાબ નિષ્ણાતો એ આપે છે કે કેરીમાં ફાયટીક એસિડ નામનું કુદરતી પરમાણુ હોય છે, જે ‘એન્ટી ન્યુટ્રિઅન્ટ’ તરીકે ઓળખાય છે. જો આપણે સાદી ભાષામાં સમજીએ તો કેરી ખાવાથી આપણા શરીરને જે પોષક તત્વો મળે છે તેને ફાયટીક એસિડ અવરોધે છે. ફાયટીક એસિડ ખાસ કરીને આયર્ન, જસત અને કેલ્શિયમ જેવા આવશ્યક ખનિજોને શોષવાની શરીરની ક્ષમતામાં દખલગીરી કરે છે. આવી સ્થિતિમાં કેરીને ખાતા પહેલા તેને પાણીમાં પલાળવી ખૂબ જ જરૂરી બની જાય છે.
ALSO READ : હાફુસ કેરી પ્રેમીઓ માટે ખુશખબર, હવે ઓર્ગેનિક અને ઓથેન્ટિક કેરીની મળશે હોમ ડિલિવરી
કેરીને માત્ર એક કલાક માટે સ્વચ્છ પાણીમાં પલાળી રાખવાથી ફાયટિક એસિડનું સ્તર નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. કેરીને પાણીમાં પલાળીને, વધારાનું ફાયટીક એસિડ દૂર થાય છે, જે પોષક તત્વોનું વધુ સારી રીતે શરીરમાં ઉતરવા દે છે. આ કરવાથી જે લોકોને કેરી ખાધા બાદ ત્વચાની સમસ્યાઓ, માથાનો દુખાવો, કબજિયાત અને આંતરડા સંબંધિત સમસ્યાઓ થાય છે તે ઘણી હદ સુધી ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
આયુર્વેદ પણ કેરીને ખાતા પહેલા પાણીમાં પલાળી રાખવાની ભલામણ કરે છે. આયુર્વેદમાં કેરીનું મૂલ્ય તેની મીઠાશ અને ઠંડકના ગુણો માટે છે, જે શરીરની ગરમીને સંતુલિત કરી શકે છે. આવી સ્થિતિમાં તેને પલાળીને ખાવાથી આ ગુણો વધી શકે છે.
આ ઉપરાંત, કેરીને પલાળવાથી તેમાં પાણીનું પ્રમાણ વધી શકે છે, જે તેને વધુ હાઇડ્રેટ કરે છે અને તેનો સ્વાદ પણ સુધારે છે. વધુમાં, આમ કરવાથી કેરી પચવામાં પણ સહેલી બને છે.
તો આજથી જ શરૂ કરી દો અને ફળોના રજાનો માત્ર ન માણે, પણ શરીરને તેનો ફાયદો થાય તે પણ જૂઓ.