સ્પેશિયલ ફિચર્સ

26મી કે 27મી ફેબ્રુઆરી છે Mahashivratri? જાણી લો એક ક્લિક પર…

હિંદુ શાસ્ત્રોમાં તહેવારો અને વ્રતનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આવો જ એક તહેવાર ફેબ્રુઆરી મહિનાના અંતમાં આવી રહ્યો છે. આ તહેવાર એટલે ભોળાનાથનો તહેવાર. દર વર્ષે ફાગણ મહિનાની કૃષ્ણપક્ષની ચૌદશને મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પાછળની સ્ટોરી વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે આ દિવસે મા પાર્વતી અને શિવજીના લગ્ન થયા હતા.

જોકે આ વખતે મહાશિવરાત્રિને લઈને લોકોમાં કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. જો તમે મહાશિવરાત્રિ ક્યારે છે એને લઈને કન્ફ્યુઝ છો તો તમારે આ લેખ છેલ્લે સુધી ચોક્કસ વાંચી લેવો પડશે.

અનેક લોકો એવો દાવો કરી રહ્યા છે કે આ વખતે મહાશિવરાત્રિ 26મી ફેબ્રુઆરીના છે તો કેટલાક લોકો એવું કહી રહ્યા કે મહાશિવરાત્રિ તો 27મી ફેબ્રુઆરીના દિવસે છે. જો તમે પણ આ બંને ડેટ્સમાં કન્ફ્યુઝ તો તમારી જાણ માટે કે હિંદુ પંચાગ અનુસાર 26મી ફેબ્રુઆરીના સવારે 11.08 કલાકથી 27મી ફેબ્રુઆરીના સવારે 8.54 કલાક સુધી ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચૌદશ રહેશે.

આપણ વાંચો: મહાશિવરાત્રિ

અહં… હજી પણ ખ્યાલ ના આવ્યો? મહાશિવરાત્રિની પૂજા રાતના સમયે કરવામાં આવે છે એટલે સ્વાભાવિક છે આ વખતે મહાશિવરાત્રિ 26મી ફેબ્રુઆરીના ઉજવવામાં આવશે. મહાશિવરાત્રિ ક્યારે છે એ તો જાણી લીધું પણ આ દિવસે પૂજા કરવાના શુભ મુહૂર્તનું શું? ડોન્ટ વરી, એની માહિતી પણ તમને અહીં જ મળી જશે, સો જલદી જલદી નોટ કરી લો પૂજાના ટાઈમિંગ્સ-

  1. પ્રથમ પહોરની પૂજા 26મી ફેબ્રુઆરીના સાંજે 6.19 કલાકે હશે, જે રાતના 9.26 કલાક સુધી રહેશે
  2. દ્વિતીય પહોરની પૂજા 26મી ફેબ્રુઆરીના રાતે 9.26 કલાકથી હશે અને તે 27મી ફેબ્રુઆરીની રાતના 12.36 કલાક સુધી રહેશે
  3. તૃતિય પહોરની પૂજા 27મી ફેબ્રુઆરીની રાતે 12.34 કલાકથી હશે અને પરોઢે 03.41 કલાક સુધી હશે
  4. ચતુર્થ પહોરની પૂજા 27મી ફેબ્રુઆરીની વહેલી સવારે 03.41 કલાકથી હશે અને તે સવારે 06.48 કલાક સુધી રહેશે
    તમે પણ આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમની મૂંઝવણ પણ દૂર કરી નાખો અને મહાશિવરાત્રિની ધામધૂમથી ઊજવણી કરો. બોલો હર હર મહાદેવ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button