સ્પેશિયલ ફિચર્સ

10 ગ્રામ સોનુ માત્ર 113 રૂપિયામાં? જાણી લો શું છે આખી હકીકત…

સોનાના ભાવ આજે આસમાનને આંબી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ લોકોમાં સોનાનો મોહ ઓછો નથી થઈ રહ્યો. એમાં પણ ખાસ કરીને ભારતીય મહિલાઓમાં સોનાની ઘેલછા તો દિવસે દિવસે વધતી જઈ રહી છે. આપણે આપણા માતા-પિતા અને દાદા-નાના પાસેથી એવા કિસ્સા સાંભળ્યા હશે કે જેમાં એક રૂપિયામાં આ મળતું હતું, સોનું આટલું સસ્તુ હતું, સસ્તાઈ હતી વગેરે વગેરે… હાલમાં સોશિયલ મીડિયા પર એક બિલ વાઈરલ થઈ રહ્યું છે જેમાં એક તોલા સોનાના કિંમત લખેલી છે. આ કિંમત વાંચીને તમારી આંખો પણ પહોળી થઈ જશે. ચાલો જોઈએ શું હતી એક તોલા સોનાની કિંમત-

સોશિયલ મીડિયા પર @upscworldofficial નામની આઈડી પરથી એક ફોટો શેર કરવામાં આવ્યો છે જેના પર એક તોલા સોનાની કિંમત લખેલી છે. આ બિલ 1959ના વર્ષનો છે. આજે એક તોલા સોનાની કિંમત 70,000 રૂપિયાની આસપાસ છે. પરંતુ વિચારો કે જરા વિચાર કરો કે 66 વર્ષ પહેલાં એક તોલા સોનાની કિંમત કેટલી હશે? તમારા આ સવાલનો જવાબ છે એ સમયે એક તોલા સોનાની કિંમત 113 રૂપિયા હતી.

આ પણ વાંચો: સૌના ફેવરેટ એવા Samosaને અંગ્રેજીમાં શું કહેવાય છે? નામ સાંભળીને માથું ચકરાઈ જશે…

વાઈરલ થઈ રહેલું આ બિલ મરાઠીમાં છે અને તે આ મહારાષ્ટ્રના વામન નિંબાજી અષ્ટેકર નામના ઝવેરીની દુકાનનું છે. સોનું ખરીદનારનું નામ શિવલિંગ આત્મારામ છે અને આ ગ્રાહકે એ સમયે કુલ રૂ. 909ની કિંમતના સોના-ચાંદીની વસ્તુઓ ખરીદી કરી હતી. બિલના આ ફોટોની સાથે સોશિયલ મીડિયા પર કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે એક સમયે સોનું આટલું સસ્તું હતું અને આજે તો ચોકલેટ પણ મોંઘી થઈ ગઈ છે.

આ પણ વાંચો: viral video: કીડીઓએ સાથે મળી બનાવ્યો બ્રિજઃ ટીમ વર્કની આનાથી મોટી પ્રેરણા કઈ હોઈ શકે?

અત્યાર સુધીમાં આ પોસ્ટને 38 હજાર લાઈક મળ્યા છે અને સેંકડો કમેન્ટ્સ આવી છે. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે એ સમયે એક ચોકલેટની કિંમત કેટલી હતી? બીજા એક યુઝરે લખ્યું હતું કે એ સમયે 113 રૂપિયાની કિંમત પણ ખૂબ જ ઘણી હતી, એ ભૂલવુ ના જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button