નોમ કે દશેરા, ક્યારે કરશો મા અંબાના ઘટનું વિસર્જન? જાણો શુભ મુહૂર્ત અને જરૂરી નિયમ...
સ્પેશિયલ ફિચર્સ

નોમ કે દશેરા, ક્યારે કરશો મા અંબાના ઘટનું વિસર્જન? જાણો શુભ મુહૂર્ત અને જરૂરી નિયમ…

Ghat Visarjan Muhurt 2025: શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે. નવરાત્રિ નવ દિવસો દરમિયાન માઈ ભક્તોએ પોતાના ઘરે ઘટસ્થાપન એટલે કે કળશનું સ્થાપન કરીને મા શક્તિની ઉપાસના કરીને આશીર્વાદ મેળવ્યા છે.

ત્યારે હવે મા શક્તિના પ્રતિક સમા ઘટનું વિસર્જન કરવાનો સમય આવી ગયો છે. જેમ ઘટસ્થાપન માટે નિયમોનું ધ્યાન રાખવું પડે છે, તેમ ઘટનું વિસર્જન કરતી વખતે પણ કેટલાક નિયમોનું ધ્યાન રાખવું પડે છે. આવો ઘટ વિસર્જનના નિયમો અને શુભ મુહૂર્ત વિશે જાણીએ.

ઘટ વિસર્જનનું શુભ મુહૂર્ત

ઘણા લોકો નવમીના દિવસે પૂજા કર્યા બાદ ઘટ વિસર્જન કરતા હોય છે. જ્યારે ઘણા લોકો દશેરાના દિવસે ઘટ વિસર્જન કરતા હોય છે. જે લોકો નવમીના દિવસે ઘટ વિસર્જન કરે છે, તેઓ આજે ઘટ વિસર્જન કરી શકશે. જે લોકો દશેરાના દિવસે ઘટ વિસર્જન કરે છે, તેઓ આવતીકાલે એટલે કે 2 ઓક્ટોબરને 2025ના રોજ ઘટ વિસર્જન કરી શકશે.

જોકે, ખાસ કરીને ઘટ વિસર્જન દશેરાના દિવસે જ કરવામાં આવે છે. દશેરાના દિવસે સવારે 06:15થી 08:37 સુધી ઘટ વિસર્જનનું શુભ મુહૂર્ત છે. ઘટ વિસર્જનના શુભ મુહૂર્તની સાથોસાથ કેટલાક નિયમ અને વિધિવિધાનોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

ઘટ વિસર્જન કેવી રીતે કરવું

ઘટ વિસર્જનમાં કળશ ઉઠાવતી વખતે એક મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. આ મંત્ર નીચે પ્રમાણે છે:

આવાહનં ન જાનામી ન જાનામી વિસર્જનમ્। પૂજા ચૈવ ન જાનામી ક્ષમસ્વ પરમેશ્વર ।। મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં જનાર્દન।

ઉપરોક્ત મંત્રોચ્ચાર બાદ ‘એં હ્રીં ક્લીં ચામુડ્યાયૈ વિચ્ચે’ નો મંત્રોચ્ચાર કરવો જોઈએ. ત્યારબાદ કળશને વિસર્જન કરવા માટે ઉઠાવવો જોઈએ.

ઘટ વિસર્જન માટે કળશ ઉઠાવતી વથતે સૌપ્રથમ કળશ પર રાખેલું નારિયેળ ઉઠાવો. તેનો પ્રસાદ બનાવીને લોકોમાં વહેંચી દો. ત્યારબાદ કળશમાં રહેલું પાણીને તેના પરના પાંદડા વડે આખા ઘરમાં તથા પરિવારજનો પર છાંટી દો. વધેલા પાણીને તુલસીક્યારામાં ચઢાવી દો.

જ્યાં તમે રૂપિયા અથવા કિંમતી સામાન રાખો છો, ત્યાં કળશની નીચે રોપવામાં આવેલા જવને રાખી દો. આવું કરવાથી સુખ-સંપત્તિ વધે છે. આ જવને આખું વર્ષ દરમાં રાખવા. ત્યારબાદ તેને કોઈ નદી અથવા સરોવરમાં વિસર્જીત કરી દેવા જોઈએ.

કેટલાક જવને તમે તમારા પર્સમાં પણ રાખી શકો છો. આ સિવાય નવરાત્રિની પૂજામાં ઉપયોગમાં લીધેલી સામગ્રીને પીપળાના ઝાડ નીચે મૂકી આવો. આ રીતે ઘટનું વિસર્જન કરવાથી તમારી નવરાત્રિની પૂજા વિધિવત રીતે પૂરી થયેલી ગણાશે.

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)

આ પણ વાંચો…આજે નવરાત્રિનો છેલ્લો દિવસ, નવમીના દિવસે આ કરવાથી મા સિદ્ધિદાત્રીની થશે વિશેષ કૃપા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button