મહાભારતના આ યૌદ્ધાઓમાં હતી એક જ દિવસમાં યુદ્ધ પૂરું કરવાની ક્ષમતા, 99 ટકા લોકોને નથી ખબર…

આપણે ત્યાં જ્યારે પણ મહાભારતના યુદ્ધની વાત થાય તો અને મહાન યૌદ્ધાઓના નામ મગજમાં ઘુમરાવવા લાગે. ઈતિહાસમાં મહાભારતના યુદ્ધની અનેક નોંધ છે અને આ યુદ્ધમાં અનેક શક્તિશાળી યૌદ્ધાએ પોતાના યુદ્ધ કૌશલ્યનો પરિચય આપ્યો હતો. પરંતુ શું તમને ખબર છે કે આ યુદ્ધમાં જ કેટલાક એવા યૌદ્ધાઓ પણ હતા કે જેઓ એક જ દિવસમાં આ યુદ્ધ સમાપ્ત કરવા માટે સક્ષમ હતા? ચાલો આજે તમને આ યૌદ્ધાઓ વિશે જણાવીએ…
અર્જુનઃ

મહાભારતના શક્તિશાળી યૌદ્ધાની વાત કરીએ અને એક જ દિવસમાં યુદ્ધ સમાપ્ત કરવાની ક્ષમતા ધરાવતા યૌદ્ધામાં સૌથી પહેલું નામ આવે અર્જુનનું. અર્જુનને મહાભારતનો સૌથી મહાન ધનુર્ધારી માનવામાં આવે છે, તે એટલા કુશળ હતા કે કૌરવોનો એક જ દિવસમાં વિનાશ કરવા સક્ષમ હતા.
ભીષ્મ પિતામહઃ

બીજા નંબરે આવે છે ભીષ્મ પિતામહનો. બ્રહ્માસ્ત્ર જેવા શક્તિશાળી અસ્ત્રધારી ભીષ્મ પણ એક જ દિવસમાં યુદ્ધવિરામ કરી દેત. પરંતુ એ વાત અલગ છે કે તેઓ આ યુદ્ધ થાય એની તરફેણમાં નહોતા.
કર્ણઃ

કર્ણ દાનવીર હોવાની સાથે સાથે જ યુદ્ધકળામાં પારંગત હતા અને જો તેમને પણ આ યુદ્ધમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હોત તો તેમણે પણ એકલા જ પાંડવોની સેનાને પરાજિત કરી દીધી હોત અને યુદ્ધ એક જ દિવસમાં પૂરું થઈ ગયું હોત.
નકુલ અને સહદેવઃ

નકુલ અને સહદેવની ગણતરી પણ એ સમયના મહાન યૌદ્ધામાં કરવામાં આવતી હતી અને જો આ વીરોએ બંનેએ સાથે યુદ્ધમાં ભાગ લીધો હોત તો કૌરવો માટે તગડી હરિફાઈ સાબિત થયા હોત અને યુદ્ધને આટલું લાંબુ ચાલવા ના દીધું હોત.
ભાગદત્તઃ

અત્યાર સુધીના તમામ મહાન યૌદ્ધાની જેમ જ ભાગદત્ત પણ એક મહાન યૌદ્ધા અને આસામના રાજા હતા, તેમની પાસે રહેલાં શક્તિશાળી યુદ્ધરથને જોરે આ યુદ્ધ એક જ દિવસ સમાપ્ત કરી દેવા માટે સક્ષમ હતા.
અહીં અમે નામ આપ્યા એ તમામ યૌદ્ધાઓનું સામર્થ્ય અને રણનીતિ વિષયક જ્ઞાન એટલું પ્રભાવશાળી હતું કે ના પૂછો વાત. આ બધા એક જ દિવસમાં દિવસો સુધી ચાલેલા મહાભારતના યુદ્ધને સમાપ્ત કરવા માટે સક્ષમ હતા. અમે કહ્યા એ યૌદ્ધામાંથી કેટલા યૌદ્ધાના નામ વિશે તમને જાણ હતી? આવી જ વધુ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો…