સ્પેશિયલ ફિચર્સ

બોલો, ભારતમાં અહીં ભાડે મળે છે પત્ની?! ચોંકી ઉઠ્યા ને, જાણી લો એક ક્લિક પર…

હેડિંગ વાંચીને તમે પણ તમારું માથું પકડી લીધું હશે, બરાબર ને? ભારત તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને કારણે જ દુનિયાના નક્શા પર ઊભી રહ્યું છે ત્યારે અહીં પત્ની ભાડે મળવાની વાત સાંભળવા મળે એ જ કેટલું ચોંકાવનારું છે ને? ચાલો આજે તમને આ અનોખી જગ્યા વિશે જણાવીએ-

સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે પણ આવું થાય છે અને એ પણ ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના શિવપુરી નામના ગામમાં. આ ગામમાં એક પ્રથાના નામે મહિલાઓ ભાડે મળે છે. મળતી માહિતી અનુસાર આ વિચિત્ર પ્રથાના ભાગરૂપે પુરુષ કુંવારી અને પરિણીત મહિલાઓ માટે એગ્રિમેન્ટ કરી શકે છે. ભાડા માટે 10 અથવા 100 રૂપિયાના સ્ટેમ્પપેપર પર એગ્રિમેન્ટ સાઈન કરવા પડે છે.

આ પણ વાંચો: તમારા રસોડામાં પણ છે આ દાળ? આજે જ ખાવાનું બંધ કરી દો, નહીંતર…

મધ્ય પ્રદેશના શિવપુરી ગામમાં થોડા દિવસથી લઈને એક વર્ષ માટે મહિલાઓને ભાડે લઈ શકાય છે. એક વર્ષ પછી ફરી કરાર કરવા માટે નવેસરથી બોલી લગાવવી પડે છે. આ બોલીમાં મહિલાઓનું મૂલ્ય તેમના દેખાવ અને કુશળતા પરથી નક્કી કરવામાં આવે છે. આ પ્રથા હેઠળ 15,000 રૂપિયાથી લઈને 15,00,000 સુધીની બોલી લગાવવામાં આવે છે.

આ પણ વાંચો: તમે પણ ખુશ રહેવા માંગો છો? આ છે સિક્રેટ ટ્રીક…

આ ગામમાં પુરુષો ઘણી વખત જીવનસાથી બનાવવા માટે તો ઘણી વખત ઘરકામ કરાવવા માટે આ પ્રથાને હથિયાર બનાવવા માટે મહિલાઓ આ રીતે એગ્રિમેન્ટ પર ભાડે લે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજે 21મી સદીમાં પણ આ વિચિત્ર અને ઘૃણાસ્પદ લાગતી પ્રથા ચાલી આવી છે. આ પ્રથાને લઈને આ પહેલાં પણ નૈતિક અને ધાર્મિક દ્રષ્ટિએ અનેક સવાલો અને વિવાદો થઈ ચૂક્યા છે.



જોકે, આ પ્રથા ક્યારથી અને કોણે શરૂ કરી એ વિશે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી, પરંતુ આજના સમયમાં પણ આવી પ્રથા ચાલી આવી છે એ જ એક આશ્ચર્યજનક વાત છે, જ્યાં મહિલાઓને કોઈ સામાન કે ચીજ-વસ્તુની જેમ ખરીદવામાં અને વેચવામાં આવે છે.

(નોંધઃ મુંબઈ સમાચાર આવી કોઈ પ્રથાને પ્રોત્સાહન આપતું નથી.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button