મા દુર્ગાની સાથે મેળવો માં લક્ષ્મીના આશીર્વાદ, નવરાત્રિમાં તુલસી માતાની કરો આ ખાસ પૂજા

નવરાત્રિના નવ દિવસ મા અંબા જગદંબાની પૂજા અર્ચનાનો અને ઉપાસનાનો સૌથી શ્રેષ્ઠ સમય છે. આ નવ દિવસો મ દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. આ પૂજા કોઈ પણમાં વરદાયની બની શકે છે, અને ઘરમાં સકારાત્મકાનું સંચાર કરે છે. પરંતુ શુ તમે જાણો છે નવરાત્રિના સમય દરમિયાન તુલસીના પવિત્ર છોડની પૂજા આ સખુ સમૃદ્ધીમાં બમણો વધારો કરી શકે છે.
શાસ્ત્રોમાં તુલસીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી આ તહેવારમાં તેની વિશેષ આરાધના કરવી ઘરમાં સુખ, શાંતિ અને ધનની વૃદ્ધિ કરી શકે છે. આ પરંપરા માત્ર આધ્યાત્મિક શાંતિ જ નહીં, પરંતુ પરિવારની એકતા અને સમૃદ્ધિને પણ મજબૂત બનાવે છે.

તુલસી માતાના વિશેષ આર્શીવાદ પ્રાપ્ત કરવા હોય તો, તેને યોગ્ય દિશામાં પધરાવવા જોઈએ. કારણ કે ખોટી જગ્યાએ તેના શુભ ફળ મળતા નથી. તુલસીને ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણા અથવા પૂર્વ દિશામાં લગાવું જોઈએ, જેથી ઘરમાં ધનની કમી ન આવે. જો આ જગ્યા ઉપલબ્ધ ન હોય તો તેને આંગણામાં અથવા બાલ્કનીમાં પૂર્વ તરફ રાખી શકાય છે, પરંતુ ક્યારેય દક્ષિણ દિશામાં તેને મૂકવા જોઈએ નહીં.
નવરાત્રિમાં તુલસીની પૂજા વિધિ
નવરાત્રિમાં દરરોજ સવારે સ્નાન કરીને તુલસી માતા પાસે દીપ પ્રગટાવો અને તેમને જળ અર્પણ કરો. તુલસીને હળદર, કુમકુમનું તિલક કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આખા નવરાત્રિ દરમિયાન તુલસી પાસે ધૂપ અને દીપ કરવાથી પણ સારું ફળ પ્રાપ્ત થાય છે. અને તેમની પાસે દુર્ગા ચાલીસા અથવા મંત્રોનું પઠન કરવાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાયે છે.
તુલસીની પૂજા કરવાથી માનસિક શાંતિ અને સંતુલન જળવાઈ રહે છે, જેથી ઘરમાં તણાવ અને વિવાદો ઓછા થાય છે. આનાથી પરિવારમાં પરસ્પર પ્રેમ વધે છે અને સુખ, સમૃદ્ધિ તથા ખુશહાલીની વૃદ્ધિ થાય છે.
આ પણ વાંચો…ત્રીજુ નોરતુ: શાંત અને શક્તિનું પ્રતિક મા ચંદ્રઘંટાને આ ભોગ ધરાવી કરો પ્રસન્ન