આ છે દુનિયાનો સૌથી વધુ સેલેરી આપતો દેશ, પગારનો આંકડો સાંભળીને આંખો થઈ જશે પહોળી…

નોકરી કરતી દરેક વ્યક્તિ માટે પગાર ખૂબ જ મહત્વનો હોય છે. પરંતુ આપણે ત્યાં મોટાભાગના લોકો કંપની દ્વારા આપવામાં આવતા પગારથી ખુશ નથી હોતા. કર્મચારીને એવું લાગે છે કે તે જેટલું કામ કરે છે એ હિસાબે તેને પગાર નથી મળતો તો કંપનીને એવું લાગે છે કર્મચારી ઓછું કામ કરીને વધારે પગાર લઈ જાય છે.
ખેર, આ તો નેવર એન્ડિંગ આર્ગ્યુમેન્ટ છે. પણ શું તમને ખબર છે કે દુનિયામાં એવા અનેક દેશ છે કે જેઓ ખૂબ જ સારો પગાર આપે છે? પગારનો આંકડો સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. ચાલો જાણીએ કયા છે આ દેશ અને કેટલો છે ત્યાંનો પગાર-
આપણ વાંચો: આઠમા પગાર પંચમાં પેન્શનરોને મળી શકે છે રાહત, સરકારે આપ્યો આ સુધારો કરવાના સંકેત
અહીં મળે છે દુનિયામાં સૌથી વધુ પગાર
દુનિયાના સૌથી વધુ પગાર આપતા દેશો વિશે વાત કરીએ તો આ દેશમાં સૌથી પહેલાં નંબરે આવે છે લક્ઝમબર્ગ. અહીં કર્મચારીઓને મસમોટો પગાર ચૂકવવામાં આવે છે. આટલા સારા પગારને કારણે અહીંના નાગરિકોને બીજા દેશમાં નોકરી શોધવા મહેનત નથી કરવી પડતી.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર લક્ઝમબર્ગમાં કર્મચારીઓને સરેરાશ વાર્ષિક પગાર 81,064 યુરો જેટલો હોય છે. ભારતીય રૂપિયામાં કહીએ તો આ આંકડો 72,00,000 રૂપિયા જેટલો છે.
આપણ વાંચો: 30 કરોડ રૂપિયાનો પગાર, કામ માત્ર સ્વિચ ઓન ઓફ કરવાનું, તો ય કોઈ તૈયાર નથી…
આ દેશો પણ છે રેસમાં…
લક્ઝમબર્ગ સિવાય પણ દુનિયાના એવા દેશો છે કે જેઓ પોતાને ત્યાં કામ કરતાં કર્મચારીઓને સારો પગાર આપે છે. લકઝમબર્ગ બાદ ડેનમાર્ક, આયર્લેન્ડ, બેલ્જિયમ, જર્મની અને ઓસ્ટ્રિયામાં પણ કર્મચારીઓને સારો પગાર ચૂકવવામાં આવે છે.
વાત કરીએ ડેન્માર્કમાં કર્મચારીઓને અંદાજે 67,604 યુરોનો પગાર ચૂકવવામાં આવે છે. આ સિવાય આયર્લેન્ડ, બેલ્જિયમ, જર્મની અને ઓસ્ટ્રિયામાં સરેરાશ વાર્ષિક પગાર 50,000 યુરો એટલે કે 44 લાખ રૂપિયા જેટલો છે.
આપણ વાંચો: કેટલો છે Anushka Sharma-Virat Kohli બોડીગાર્ડનો પગાર? મોટી મોટી કંપનીના સીઈઓ પણ…
ભારત અને પાકિસ્તાનની શું છે હાલત?
હવે સ્વાભાવિક છે કે તમને એ જાણવાની ઈચ્છા થઈ હશે કે આ રેસમાં ભારત અને તેનો પડોશી દેશ પાકિસ્તાન કયા સ્થાને છે, બરાબર ને? ચાલો તમારી આ તાલાવેલીનો જવાબ પણ આપી જ દઈએ.
મળતી માહિતી મુજબ આ યાદીમાં ભારત 65મા સ્થાને છે અને પાકિસ્તાનનો નંબર સૌથી છેલ્લો છે. ભારતમાં સરેરાશ માસિક પગાર 46,871 રૂપિયા છે જ્યારે પાકિસ્તાનમાં માસિક પગાર 11,861 રૂપિયા જેટલી છે.
આ દેશના કર્મચારીઓને મળે છે સૌથી ઓછો પગાર
સૌથી વધારે પગાર ચૂકવવામાં આવતા દેશ વિશે વાત કરી લીધા બાદ સૌથી ઓછો પગાર ચૂકવવામાં આવતો હોય એવા દેશની પણ વાત કરી જ લઈએ. તો આ યાદીમાં નામ આવે છે બલ્ગેરિયાનું.
અહીં કર્મચારીઓને દુનિયાનો સૌથી ઓછો પગાર ચૂકવવામાં આવે છે, એવો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અહીં કર્મચારીઓને સરેરાશ વાર્ષિક પગાર પેટે 13,503 યુરો એટલે કે 12 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે.
આ છે દુનિયાના ટોપ 10 વધુ પગાર આપતા દેશ
લક્ઝમબર્ગ – 81,064 યુરો
ડેનમાર્ક – 67,604 યુરો
આયર્લેન્ડ – 58,679 યુરો
બેલ્જિયમ – 57,989 યુરો
ઓસ્ટ્રિયા – 54,508 યુરો
જર્મની – 50,988 યુરો
ફિનલેન્ડ – 48,391 યુરો
સ્વીડન – 44,619 યુરો
ફ્રાન્સ – 42,662 યુરો
સ્લોવેનિયા – 33,081 યુરો