રાશિફળસ્પેશિયલ ફિચર્સ

વિપરીત રાજયોગ આપશે આ રાશિઓને જંગી ધન, નવી નોકરી, જાણો તમારી રાશિ તો નથી ને!

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્રૂર ગ્રહ રાહુ દોઢ વર્ષમાં પોતાની રાશિ બદલી નાખે છે. ગયા વર્ષે રાહુએ મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. ક્રૂર ગ્રહ રાહુ હાલમાં મીન રાશિમાં છે અને ધન અને વૈભવ આપનાર શુક્ર ગ્રહ પણ મીન રાશિમાં છે. ઘણા વર્ષો પછી આવો સંયોગ બન્યો છે જ્યારે મીન રાશિમાં રાહુ-શુક્રનો યુતિ રાજયોગ સર્જી રહ્યો છે. 2024નું આખું વર્ષ રાહુ મીન રાશિમાંજ રહેશે. શુક્ર 23 એપ્રિલ સુધી મીન રાશિમાં રહેશે. મીન રાશિમાં રાહુ અને શુક્રના સંયોગથી વિપરીત રાજયોગ રચાયો છે. આ વિપરીત રાજયોગ 24મી એપ્રિલ સુધી ચાલશે. ઘણા દાયકાઓ બાદ આવો વિપરીત રાજયોગ રચાયો છે, જે 24 એપ્રિલ સુધી ચાલશે. આ દસ દિવસમાં કેટલીક રાશિઓને અચાનક આર્થિક લાભ અને કારકિર્દીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. આપણે એ ત્રણ ભાગ્યશાળી રાશિ વિશે જાણીએ.

વૃષભઃ વિપરીત રાજયોગથી લાભ થનારી પહેલી રાશિ છે વૃષભ. આગામી 10 દિવસ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. તેમને અચાનક ધનલાભ થઇ શકે છે. આવકમાં વધારો થવાની પણ શક્યતા છે. જૂના રોકાણમાંથી પણ લાભ મળશે. તમે શેરસટ્ટા, લોટરી જેવા જોખમી રોકાણમાંથી પણ લાભ મેળવી શકશો. પરિવાર સાથે લાંબા પ્રવાસનું આયોજન પણ કરી શકો છો. તમારા જીવનમાં ખુશહાલી જ રહેશે.

મિથુનઃ આ રાશિના લોકો માટે પણ વિપરીત રાજયોગ ઘણો ફાયદાકારક સાબિત થવા જઇ રહ્યો છે. તમને નોકરી, ધંધા, વેપાર, રોકાણ દરેક રીતે ફાયદો થવા જઇ રહ્યો છે. કરિયરમાં પણ તમને તરક્કીના યોગ છે. તમારું પ્રમોશન પણ થઇ શકે છે. ઑફિસમાં પણ તમારા કામની કદર થશે અને તમારા વિરોધીઓના હથિયાર હેઠા પડશે. તમે તમારી ક્ષમતાના આધારે મોટી સફળતા મેળવી શકો છો. તમે મિલકત કે કાર પણ ખરીદી શકો છો.

મીનઃ રાહુ અને શુક્રનો વિપરીત રાજયોગ મીન રાશિમાં સર્જાયો હોવાથી મીન રાશિના લોકો માટે આ 10 દિવસનો સમયગાળો અત્યંત શુભ રહેવાનો છે. તેમને પરદેશથી કોઇ શુભ સમાચાર જાણવા મળશે. અવિવાહીતોના વિવાહ પણ નક્કી થવાના યોગ છે. ઘરમા ંકોઇ માંગલિક પ્રસંગ પમ યોજાઇ શકે છે. તમારા વિદેશાગમનના પણ યોગ છે. તમને દરેક ક્ષેત્રમાં આર્થિક લાભ થશે. લોકો તમારી સલાહ લેવા આવશે. પારિવારિક જીવનમાં આનંદ જ આનંદ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button