Aadhar Card ખોવાઈ ગયું? હવે શું કરશો? જાણો સિમ્પલ પ્રોસેસ એક Click પર…
Aadhaar Card એ ભારતીય નાગરિકતા પૂરવાર કરવા માટેનો મહત્ત્વનો દસ્તાવેજ બની ગયો છે. આજકાલ સ્કુલ એડમિશનથી બેંક એકાઉન્ટ ખોલાવવા સહિતના રોજબરોજના અનેક મહત્ત્વના કામ માટે Aadhaar Card ખૂબ જ મહત્ત્વનું છે. પરંતુ ક્યારેક વિચાર્યું છે ખરું કે જો આ આધાર કાર્ડ ખોવાઈ જાય કે ખરાબ થઈ જાય તો કઈ રીતે તેને પાછું મેળવી શકાય છે? ચાલો આજે તમને એ વિશે જ જણાવીએ…
આધાર કાર્ડની ફ્રી સોફ્ટ કોપી મેળવવા માટે તમારે સૌથી પહેલાં આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. માય આધાર પોર્ટલ પર જઈને તમને વિવિધ પ્રકારની સુવિધાઓ મળશે અને જો તમને આધાર કાર્ડની સોફ્ટ કોપી જોઈએ છે તો તમારે ડાઉનલોડ આધાર કાર્ડનું ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. અહીં તમારે 12 આંકડાનો આધાર કાર્ડ નંબર કે પછી તમને આપવામાં આવેલો એનરોલમેન્ટ નંબર નાખવાનો વિકલ્પ જોવા મળશે.
જેવું તમે આધાર કાર્ડ નંબર કે એનરોલમેન્ટ નંબર નાખશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે અને આ ઓટીપી નાખીને તમારે વેરિફાઈ કરવો પડશે. ઓટીપી વેરિફાઈ થયા બાદ તરત જ તમે તમારું ઈ-આધાર ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ થયેલું ઈ-આધાક પાસવર્ડ પ્રોટેક્ટેડ પીડીએફ ફાઈલના ફોર્મેટમાં હશે. જો તમને આધાર કાર્ડની ફિઝિકલ કોપી જોઈએ છે તો આ સેમ પ્રોસેસ કરીને તમે આધાર કાર્ડ ઓર્ડર કરી શકો છો.
આ રીતે જ તમે પીવીસી કાર્ડ પણ આ પોર્ટલ પર જઈને ઓર્ડર કરી શકો છો અને એના માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આધારનું પીવીસી કાર્ડ ઓર્ડર કર્યા બાદ પોસ્ટ ઓફિસના માધ્યમથી તમારા સરનામા પર આવી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ એક એવો દસ્તાવેજ બની ગયો છે કે જેની મદદથી તમે તમામ સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકો છો.