એક નહીં 14 દેશમાંથી પસાર થાય છે આ હાઈવે, એક વખત પકડી લીધો તો પછી મહિનાઓ સુધી…
તમે અત્યાર સુધીમાં દુનિયાના અનેક રસ્તા-હાઈવે પર પ્રવાસ કર્યો હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ એવા હાઈવે પરથી પ્રવાસ કર્યો છે કે જે કોઈ એક દેશ નહીં પણ 14 દેશમાંથી પસાર થાય છે? આ રસ્તા પર 30,000 કિલોમીટર સુધી ના તો એક પણ યુ-ટર્ન છે કે ન તો કટ? નહીં ને? ચાલો આજે તમને આ અનોખા હાઈવે વિશે જણાવીએ-
એવું કહેવાય છે કે દેશની પ્રગતિનો રસ્તો દેશના હાઈવે પરથી પસાર થાય છે. એક્સપ્રેસ વે, હાઈવે કોઈ પણ દેશની પ્રગતિ અને વિકાસના દ્વાર ખોલે છે. ભારત સહિત દુનિયાભરમાં રોડ નેટવર્ક ફેલાયેલું છે, પરંતુ આજે અમે અહીં જે હાઈવે વિશે વાત કરવાના છીએ એ હાઈવે બધા કરતાં અલગ છે. આ હાઈવે કોઈ એક દેશ નહીં પણ 14 દેશમાંથી પસાર થાય છે.
આ રસ્તા પરથી પ્રવાસ કરવા માટે લોકોએ ખાસ તૈયારી કરવી પડે છે અને તેને દુનિયાનો સૌથી લાંબો હાઈવે તરીકે ઓળખવામાં આવે છે, ચાલો હવે સસ્પેન્સ પરથી પડદો ઉઠાવીએ-
આપણ વાંચો: મુંબઈ-નાગપુર હાઈવે પર 50થી વધુ કારમાં પંક્ચર થઇ જતા મુસાફરો ફસાયા! જાણો શું હતું કારણ
દુનિયાના સૌથી લાંબા રસ્તાનો ખિતાબ પેન-અમેરિકન હાઈવે (Pan-American Highway)ના નામ પર છે. પેન અમેરિકન હાઈવે દુનિયાનો સૌથી લાંબો હાઈવે છે અને પોતાની લંબાઈને કારણે આ હાઈવેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. નોર્થ અમેરિકાથી શરૂ થતો આ હાઈવે 14 દેશ પાર કરીને સાઉથ અમેરિકાના આર્જેન્ટિના સુધી જાય છે. ક્યાંક ગાઢ જંગલ તો ક્યાંક રણ પ્રદેશ તો ક્યાંક બરફીલા મેદાન અને પર્વતોમાંથી પસાર થતો આ હાઈવે દુનિયાનો સૌથી લાંબો રસ્તો છે.
1923માં બનાવવામાં આવેલા આ હાઈવેને બનાવવાનો હેતુ ઉત્તર, દક્ષિણ અને મધ્ય અમેરિકાના રાજ્યોને જોડવાનો હતો. પેન અમેરિકન હાઈવે, મેક્સિકો, ગ્વાટેમાલા, એલ સાલ્વાડોર, હોંડુરસ, નિકારાગુઆ, કોસ્ટા રિકા, ઉત્તરી અમેરિકાના પનામા, કોલંબિયા, ઈક્વાડોર, પેરુ, ચિલી અને આર્જેન્ટિના થઈને દક્ષિણ અમેરિકા સુધી પહોંચે છે.
આપણ વાંચો: ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી બીકેસી માટેનો સિગ્નલ ફ્રી રોડ ખુલ્લો મુકાયો
30,000 કિમી લાંબા આ હાઈવે પર ચાલવું સરળ નથી કારણ કે આ હાઈવે પર ક્યાંય ટર્ન કે કટ નથી. બીજા શબ્દોમાં કહીએ તો એક વખત તમે આ હાઈવે ચઢી જાવ તો મહિનાઓ સુધી આ જ હાઈવે પર આગળ વધતા રહેવું પડશે. આટલું અંતર કાપવા માટે 60 દિવસનો સમય લાગે છે. જે પણ લોકો આ હાઈવે પર આગળ વધે છે એ લોકો મહિનાઓની તૈયારીઓ કરીને આગળ વધે છે.
આટલી લાંબી મુસાફરીમાં અલગ અલગ મૌસમ, પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. આ સફરને પૂરી કરવા માટે લોકોને બે મહિનાનો સમય લાગે છે. જોકે, આ સંપૂર્ણપણે ગાડીની સ્પીડ પર આધાર રાખે છે. કાલોરસ સાંતામારિયા નામના એક વ્યક્તિએ આ મુસાફરી 117 દિવસમાં પૂરી કરી હતી.
આ હાઈવે પર મુસાફરી કરવી ખૂબ જ રોમાંચક છે અને અગાઉ કહ્યું એમ આ રસ્તા પરથી ગાડી ચલાવનારાએ દરેક પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. રસ્તામાં જંગલ, પર્વતો, રણ અને ગ્લેશિયર વગેરે આવે છે.