સ્પેશિયલ ફિચર્સ

તમારા આધાર કાર્ડનો કોઈ દુરુપયોગ તો કરતું નથી ને, અજમાવો આ ટેકનીક…

આજના ટેકનોલોજીના યુગમાં તમામ કામ ડિજીટલ રીતે થાય. હરણ ફાળ ભરતી દુનિયામાં સરકારી અને ખાનગી કામ માટે આધાર કાર્ડ અનિવાર્ય દસ્તાવેજ બની ગયું છે. આપણી ઓળખ સમાન ગણાતુ કાર્ડ જેનાથી બેંકથી લઈ સિમ કાર્ડ સુધીના તમામ કામ કરી શકાય છે. પેન્શનથી લઈ સબસિડી માટે પણ આ ડોક્યુમેન્ટ જરૂરી બની રહે છે. પણ ડિજીટલની દુનિયામાં પણ લોકો ફ્રોડ કરવાના અવ નવા પેંતરા શોઘી કાઠે છે. એવી જ રીતે આધાર કાર્ડની ઉપયોગીતા સાથે દુરુપયોગનું જોખમ પણ વધ્યું છે. ઘણા લોકો બીજા લોકોના આધાર કાર્ડની માહિતીનો ગેરલાભ લઈ ફરજી લોન લઈ રહ્યા છે. આવા ફ્રોડથી બચવા અને શું કરવું તે જાણો.

અધિકૃત સાઈટ પરથી CIBIL ચેક કરો
કોઈએ તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી લોન લીધી છે કે નહીં, તે જાણવા CIBIL રિપોર્ટ ચેક કરો. www.cibil.com પર જઈ, ફ્રી CIBIL રિપોર્ટ માટે સાઇન અપ કરો. આધાર કે PANથી લૉગિન કરી તમારી લોન હિસ્ટ્રી તપાસો. જો કોઈ એવી લોન દેખાય જે તમે લીધી નથી, તો તાત્કાલિક સચેત થાઓ. Experian, CRIF High Mark કે Equifax જેવા ક્રેડિટ બ્યુરોની મદદથી પણ રિપોર્ટ મેળવી શકાય.

આધારના ટ્રાન્ઝેક્શન ઓથેન્ટિકેશન રાખો
આધારના ટ્રાન્ઝેક્શન માટે OTP, ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટિકેશન જરૂરી હોય છે, છતાં સાઇબર કાફે કે લોકલ સેન્ટરોમાં આપેલા બાયોમેટ્રિક ડેટાનો દુરુપયોગ થઈ શકે છે. આવા ડેટા સેવ થઈ જવાથી ફરજી લોન પ્રોસેસ થઈ જાય છે. આધારની સુરક્ષા માટે UIDAIની વેબસાઇટ પર બાયોમેટ્રિક લૉક/અનલૉક ચાલુ કરો. દર 6 મહિને આધાર અપડેટ કરો, અજાણ્યાને આધારની નકલ ન આપો અને હંમેશાં Masked Aadhaarનો ઉપયોગ કરો.

જરૂર જણાતા UIDAI હેલ્પલાઇન પર સંપર્ક કરો
જો આધારનો દુરુપયોગ થયો હોય, તો UIDAI હેલ્પલાઇન 1947 પર સંપર્ક કરો. cybercrime.gov.in પર ઓનલાઇન ફરિયાદ નોંધાવો, નજીકના પોલીસ સ્ટેશનમાં FIR કરો અને સંબંધિત બેંક કે NBFCને જાણ કરો. ભવિષ્યમાં ફ્રોડ ટાળવા દર વર્ષે બે વખત ક્રેડિટ રિપોર્ટ ચેક કરો, mAadhaar એપનો ઉપયોગ કરો, આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર ચાલુ રાખો અને Aadhaar Virtual ID (VID)નો ઉપયોગ કરો.

આપણ વાંચો : Aadhar Card ખોવાઈ ગયું? હવે શું કરશો? જાણો સિમ્પલ પ્રોસેસ એક Click પર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button