વર્ક ફ્રોમ હોમથી કંટાળ્યા છો? તો આ છ જગ્યા તમને ચેન્જ આપશે અને રજાઓ નહીં લેવી પડી | મુંબઈ સમાચાર

વર્ક ફ્રોમ હોમથી કંટાળ્યા છો? તો આ છ જગ્યા તમને ચેન્જ આપશે અને રજાઓ નહીં લેવી પડી

કોરોનાકાળ બાદ એક નવો કોન્સેપ્ટ નછૂટકે અમલમાં આવ્યો વર્ક ફ્રોમ હોમ. ઘરની બહાર નીકળવાનું જ ન હોવાથી મોટા ભાગની આઈટી કંપનીઓથી માંડી જેમનું ડેસ્ક વર્ક હોય તેમને ઘરેથી જ કામ કરવાનો આદેશ કંપનીઓએ આપી દીધો.

તે સમયે તો આ બેસ્ટ ઑપ્શન સાબિત થયું, પરંતુ હજુપણ હજારો કંપનીઓ પોતાના કમર્ચારીઓને ઘરેથી જ કામ કરવા કહે છે અને કર્મચારીઓ પણ કરે છે. વર્કિંગ મધર્સ કે જેમને ટ્રાવેલિંગથી બચવું, દિવ્યાંગ હોઈ અથવા ઘર-પરિવારની બહુ મોટી જવાબદારીથી ઘેરાયેલા હોય તેમની માટે આ ઘણું સારું સોલ્યુશન હોઈ શકે, પરંતુ બાકીના તમામ માટે આ એક સજારૂપ બની ગયું છે.

આપણ વાંચો: સરકારી કર્મચારીઓ માટે લેવાયો મોટો નિર્ણયઃ રજાઓના પરિપત્ર અંગે કરી વાત

ઓફિસ એસ્મોસફિયર, કલિગ્સ સાથેના કનેક્શન્સ લોકો મિસ કરે છે. આ સાથે દરેકને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે તે જરૂરી નથી, આથી ઘણા કંટાળી જાય છે, પરિવારોમાં ઝગડા વધી ગયા હોય તેવા કિસ્સાઓ પણ બને છે. મહિલાઓએ ઘરે રહી ઘર અને કામ બન્નેની બેવડી જવાબદારી લેવી પડતી હોય છે.

આ બધાથી કંટાળી ગયાની ફરિયાદ ઘણા કરે છે ત્યારે તેમની માટે એક સોલ્યુશન અમે લાવ્યા છીએ. દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે રહી શકો, કામ કરી શકો અને સાથે રિલેક્સ કરી શકો. આથી તમારે રજા પણ ન લેવી પડે અને તમને કંટાળામાંથી છૂટકારો મળે.

આપણ વાંચો: રજાઓમાં પર્યટન સ્થળો પર ધસારોઃ આપણે ફરી 2021ની ભૂલ તો નથી કરી રહ્યા ને?

આ એવી જગ્યાઓ છે જે પર્યટન માટે જાણીતી છે, પરંતુ તેમાંના ઘમા વિસ્તારોમાં ખાસ ભીડ હોતી નથી. આ સાથે અહીં સસ્તા અને સારા કાફે અવેલેબલ છે, જેમાં વાયફાયની સુવિધાઓ હોય છે. તમે અહીં રહી શકો છો અને કામ કરી શકો છો.

જો તમે હોટેલના રૂમથી કામ કરવા માગો તો તે એક ઑપ્શન તો છે જ, પણ સાથે અહીંની ઘણી જગ્યાઓ તમને વિવિધ ઑપ્શન આપે છે. વર્ક ફ્રોમ એનીવ્હેરનો કોન્સેપ્ટ હવે ઘણો પ્રચલિત થયો છે. તો ચાલો જાણીએ એવી કઈ જગ્યાઓ છે.

બીર, હિમાચલ પ્રદેશ:

બીરનું નામ તમે પેરાગ્લાઈડિંગ માટે સાંભળ્યું હશે. ટેકરીઓ વચ્ચે વસેલું આ ગામ હવમાનની દૃષ્ટિએ બેસ્ટ છે. અહીં બારેમાસ ઠંડક રહે છે. અહીં પણ કાફે અવેલેબલ છે, જેમાં તમે આરામથી બેસી તમારા લેપટોપ પર કામ કરી શકો અને વર્કિંગ અવર્સ પછી પેરાગ્લાઈડિંગની મજા પણ માણી શકો.

ઋષિકેશ, ઉત્તરાખંડ:

ટૂરિઝમ માટે જાણીતું આ સ્થળ કામ કરવા માટે પણ બેસ્ટ ઑપ્શન છે. અહીં તમને નદી કિનારે આવેલા કાફેમાં બેસી વાઈફાઈની સુવિધામાં કામ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. કુદરતી સૌદર્ય સાથે આધ્યાત્મિકતાની વાઈબ્સ પણ તમને મળશે

ઓલ્ડ મનાલી, હિમાચલ પ્રદેશ:

જૂના લાકડાના ઘરો, શાંત ગલીઓ અને નદી કિનારે કાફે સાથે, ઓલ્ડ મનાલી એવા લોકો માટે યોગ્ય છે જેઓ પ્રકૃતિથી ઘેરાયેલા શાંતિપૂર્ણ વાતાવરણમાં કામ કરવા માંગે છે. અહીંનું વાતાવરણ તમને મેન્ટલી એટલા રિલેક્સ્ડ રાખશે કે તમે તમારા કામ પણ ધ્યાન આપી શકશો અને કામને એન્જોય પણ કરી શકશો.

ઓરોવિલ, તમિલનાડુ:

પુડુચેરી નજીક આવેલું ઓરોવિલ પણ એક સારું ઑપ્શન છે. અહીં વાતાવરણ શાંત છે અને સારા કાફે પણ અવેલેબલ છે. તમે હોટેલમાં રહેતા હોવ તો પણ તમે અહીંના કાફેમાં આવીને કામ કરી શકો અને વાતાવરણની મજા માણી શકો.

કૂર્ગ, કર્ણાટક:

કૂર્ગ ઘણી જ જાણીતી જગ્યા છે. અહીં કોફીના બગીચા છે અને હવા તાજી અને ઠંડી હોવાથી હવાફેર કરવા પણ લોકો અહીં આવે છે. અહીં તમે પણ કામકાજ કરી શકો તેવી તમામ સુવિધા અહીં છે.

વરકલા, કેરળ:

જો તમે દરિયાઈ મોજાઓનો અવાજ સાંભળતા સાંભળતા તમારા લેપટોપ પર કામ કરવા માંગતા હો, તો વરકલા તમારી માટે મજાનું ઑપ્શન છે. અહીંનો સી-વ્યૂ કાફે, દરિયાકિનારા પાસેનું વાતાવરણ વાતાવરણ તમને કામનો બોજ વરતાવા દેશે નહીં.

    Pooja Shah

    જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

    સંબંધિત લેખો

    Back to top button