તમારી પાસે પણ છે જૂની 500 અને 1000 રૂપિયાની નોટ? તો આ સમાચાર છે એકદમ કામના, પછી કહેતાં નહીં કે…

હેડિંગ વાંચીને તમને પણ જૂની 500 અને 1000 રૂપિયાની નોટને લઈને શું મહત્ત્વની માહિતી સામે આવી છે એ જાણવાની તાલાવેલી તો ચોક્કસ થઈ ગઈ હશે, બરાબર ને? જો એવું છે તો ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના જણાવી દેવાનું કે આ તો થોડાક સમય પહેલાં જ દિલ્હીના વજીરપુર ખાતેથી કરોડો રૂપિયાની કિંમતની 100 અને 500 રૂપિયાની નોટ મળી આવી હતી. જો તમારી પાસે પણ તિજોરી, પાકિટ કે બીજી કોઈ જગ્યાએ આવી જૂની નોટ પડી હોય તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે કે કેમ એવી ચિંતા સતાવી રહી હોય તો તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે.
જેલભેગા કરી શકે છે આ ભૂલ?
અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવે છે કે જો કોઈ નાગરિક પાસેથી બંધ થઈ ગયેલી જૂની 500 કે 1000 રૂપિયાની ચલણી નોટ મળી આવે તો તેની સામે કાયેદસરની કાર્યવાહી કરવામાં આવે છે અને જેલભેગા પણ થવું પડી શકે છે. તમારી જાણકારી માટે કે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટ સાથે સંકળાયેલા નિયમ સ્પેસિફાઈડ બેંક નોટ્સ અધિનિયમ 2017 દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. આ અધિનિયમ નોટબંધી લાગુ થયા બાદ અમલમાં મૂકવામાં આવ્યો હતો.
કાયદામાં શું છે જોગવાઈ?
વાત કરીએ આ કાયદા હેઠળની જોગવાઈની તો જો તમારી પાસે ખૂબ જ ઓછા પ્રમાણમાં 1000 કે 500 રૂપિયાની નોટ્સ હોય તો તે કોઈ અપરાધ નથી ગણાતો અને સિમીત પ્રમાણમાં ડિમોનેટાઈઝ્ડ કરન્સી રાખવાની પરવાનગી આપે છે. આવી સ્થિતિમાં તમારી સામે કોઈ કાયદેસરના પગલાં નથી લેવામાં આવતા.
આટલી જૂની ચલણી નોટ રાખી શકાય
ટૂંકમાં આ નવા કાયદા અનુસાર કાયદેસર તમે કુલ મળીને 10 નોટબંધીવાળી નોટ રાખી શકો છો, પછી એ 500 રૂપિયાની નોટ હોય કે 1000 રૂપિયાની. જ્યાં સુધી તમે આ નક્કી કરેલાં પ્રમાણમાં નોટ રાખો છો ત્યાં સુધી તમારે એની જાણ કોઈ ઓફિશિયલ અધિકારી, સરેન્ડર કે તેને જાહેર કરવાની જરૂર નથી.
રિસર્ચર્સ, કરન્સી કલેક્ટર માટે છે અલગ નિયમ
કેટલાક લોકો શૈક્ષણિક કે પછી શોખને કારણે જૂની કરન્સી પોતાની પાસે રાખી મૂકે છે. જો કોઈ વ્યક્તિ મુદ્રા શાસ્ત્રી, રિસર્ચર કે કરન્સી કલેક્ટર છે તો તે તેની પાસે 25 જૂની નોટ રાખી શકે છે અને એ માત્રને માત્ર અધ્યય, એક્ઝિબિશન કે કલેક્શન માટે મૂકી શકાય છે. તેને લેવડદેવડમાં કે પછી મૌદ્રિક ઉપયોગમાં નથી લઈ શકાતી.
દંડ ફટકારવામાં આવે છે
જો કોઈ વ્યક્તિ પાસે નક્કી કરેલી મર્યાદા કરતાં વધારે પ્રમાણમાં જૂની બંધ થઈ ગયેલી ચલણી નોટ મળી આવે તો તે કોઈ ફાઈનાન્શિયલ ફ્રોડ નહીં ગણાય. આવી સ્થિતિમાં વ્યક્તિને માત્ર દંડ કરવાની જોગવાઈ કાયદામાં છે. આ માટે જે-તે વ્યક્તિને 10000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે, પરંતુ એ દંડ જપ્ત કરવામાં આવેલી વધારાની નોટના અંકિત મૂલ્યના 5 ગણા સુધી જ હોઈ શકે છે.
સૌથી મહત્ત્વની વાત એટલે 2017ના કાયદા અનુસાર વધુ ડિમોનિટાઈઝ્ડ નોટ રાખવા પર વ્યક્તિને જેલ નથી થતી. અનેક ફાઈનાન્શિયલ ક્રાઈમની સરખામણીએ આ કેસમાં માત્ર ફાઈન કરવામાં આવે છે. જેલની સજા ત્યારે જ થાય છે ત્યારે બીજા ગંભીર ગુના પણ સંકળાયેલા હોય.
આ પણ વાંચો…500 રૂપિયાની નોટના મોટા ટ્રાન્ઝેક્શન પર RBIની ગાઈડલાઈન, જાણી લેશો તો ફાયદામાં રહેશો…



