ભારતના આ હિલસ્ટેશન પર મળશે ઈટલી ફરવાનો અનુભવ, 99 ટકા લોકોને તો નામ પણ નહીં ખબર હોય…

ભારત એ હકીકમાં વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અહીં ભાષા, ધર્મ, સંસ્કૃતિ અને ખાણી-પીણીમાં જેટલું વૈવિધ્ય જોવા મળે છે, એટલું જ વૈવિધ્ય કુદરતી સૌંદર્યમાં પણ જોવા મળે છે. ભારતમાં અનેક એવા ફરવાલાયક સ્થળો આવેલા છે કે જે ફોરેન ડેસ્ટિનેશનને ટક્કર આપે છે, પરંતુ આપણને તેની જાણ નથી હોતી. આજે અમે તમારા માટે અહીં આવા જ એક ડેસ્ટિનેશનની માહિતી લઈને આવ્યા છીએ. ચાલો વધારે સમય વેડફ્યા તમને આ બ્યુટીફૂલ ડેસ્ટિનેશન વિશે જણાવીએ…
જો તમને પણ વિદેશ જવાનો શોખ હોય પણ તમારો હાથ તંગ છે તો આ ડેસ્ટિનેશન તમારા માટે એકદમ પરફેક્ટ ચોઈસ છે. અહીં ફરવા માટે તમારે બહુ દૂર જવાની પણ જરૂર નથી, કારણ કે તે આપણા મહારાષ્ટ્રમાં જ આવેલું છે. અમે અહીં વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્રમાં આવેલા સુંદર હિલ સ્ટેશન લવાસાની. ઈટલીના જાણીતા શહેર પોર્ટોફિનો જેવી રચનાને કારમે લવાસાને લિટલ ઇટલી ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
મહારાષ્ટ્રના પુણે અને મુંબઈની નજીક આવેલું લવાસા શહેર તેની અનોખી સ્થાપત્ય કળા અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. આ શહેરને ઇટલીના પોર્ટોફિનો શહેરની શૈલી પર સંપૂર્ણ પ્લાનિંગ કરીને બનાવવામાં આવ્યું છે. અહીંના વળાંકવાળા રસ્તાઓ, ઠંડું વાતાવરણ અને ભરપૂર નેચર પહેલી જ નજરે પર્યટકોની દિલ જીતી લે છે.

વાત કરીએ લવાસાના મુખ્ય આકર્ષણની તો લવાસાનું મુખ્ય આકર્ષણ અહીં આવેલું સુંદર તળાવ છે. તળાવના શાંત પાણી અને તેની આસપાસની રંગીન ઇમારતો જોવી એ એક અદભૂત અનુભવ છે. અહીં તમે સાયકલિંગ કરી શકો છો અથવા પાણીના કિનારે બેસીને ફોટોગ્રાફીનો આનંદ પણ માણી શકો છો.
આ સિવાય લવાસામાં ફરતી વખતે તમને યુરોપના કોઈ શહેરમાં હોવાનો અહેસાસ થશે. અહીંના કેફે અને રેસ્ટોરન્ટમાં તમે ખાસ યુરોપિયન વાનગીઓનો લુત્ફ ઉઠાવી શકો છો. આ સિવાય અહીં તળાવના કિનારે બેસીને કોફી પીવી એ એક રોમેન્ટિક અને યાદગાર ક્ષણ બની રહેશે.
જો તમે એડવેન્ચર લવર્સ છો તો તમારા માટે પણ લવાસા એક બેસ્ટ ઓપ્શન છે. એડવેન્ચર લવર્સ માટે લવાસા એક સ્વર્ગ સમાન છે, જ્યાં તમે જેટ સ્કીઇંગ, કાયાકિંગ, ટ્રેકિંગ માઉન્ટેન બાઇકિંગનો આનંદ પણ ઉઠાવી શકો છો. વાત કરીએ લવાસા જવાના બેસ્ટ ટાઈમની તો ઓક્ટોબરથી માર્ચ સુધી અહીં આવવાનો બેસ્ટ ટાઈમ છે. આ સમય દરમિયાન હવામાન ખૂબ જ ખુશનુમા અને ઠંડુ હોય છે.
હવે વાત કરીએ મુદ્દાની એટલે કે લવાસા જવાના ખર્ચની. જો તમે ત્રણ દિવસ અને બે રાત માટે લવાસા આવવા માંગો છો તો વ્યક્તિદીઠ ખર્ચ અંદાજે 15થી 20,000 રૂપિયા સુધી થઈ શકે છે. ટૂંકમાં લવાસાએ એ એક બજેટ ટ્રાવેલ ઓપ્શન સાબિત થઈ શકે છે, તો હવે તમે પણ જ્યારે વેકેશનમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો લવાસા બેસ્ટ ઓપ્શન છે.



