ઘર ભાડે આપવા મકાનમાલિકે કરી આવી હરકત, સોશિયલ મીડિયા પર થઈ વાઈરલ…

બેંગ્લોર એ ભારતનું આઈટી હબ છે અને અહીં અવારનવાર એવી ઘટનાઓ બનતી હોય છે કે જે આધુનિકતા અને બદલાઈ રહેલી ટેક્નોલોજીના નવા ઉદાહરણો પૂરા પાડે છે. અહીં અવારનવાર કોઈ ઓટો ડ્રાઈવર પોતાની સીટની જગ્યાએ ઓફિસની રિવોલ્વિંગ ચેર લગાવીને ડ્રાઈવ કરતો જોવા મળે છે તો વળી કોઈ વળી ફાળો ઉગરાવવા માટે ક્યુઆર કોડ ઉઘરાવતો જોવા મળે છે.
આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલાએ ભાડા પર ઘર લેવા માટે ઈન્ટરવ્યુ આપવો પડ્યો હતો અને મકાનમાલિકે ઈન્ટરવ્યુનું રિઝલ્ટ પણ પ્રોફેશનલ અંદાજમાં આપ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈશુ નામના એકાઉન્ટ પરથી વોટ્સએપ ચેટનો સ્ક્રીન શોટ શેર કરવામાં આવ્યો છે. આ સ્ક્રીન શોટ શેર કરીને લખ્યું હતું કે ઘરના માલિક સાથે ઈન્ટરવ્યુ બાદ અમારી પસંદગી ઘર ભાડે આપવા માટે કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ સ્ક્રીન શોટમાં ઘરમાલિક એવું કહેતો જોવા મળે છે કે એ દિવસે તમને બંનેને મળીને આનંદ થયો. જેવું મેં તમને એ દિવસે કહ્યું હતું કે મારી પ્રોપર્ટીમાં રસ દેખાડનારાઓને હું પર્સનલી મળું છું. પરંતુ હું હજી બધાને મળી શક્યો નથી. પરંતુ મેં એવો વિચાર કર્યો છે કે જે લોકો મારી પ્રોપર્ટીનું સારું ધ્યાન રાખશે એમને હું મારું ઘર ભાડે આપીશ. મેં મારા શોર્ટલિસ્ટમાંથી સૌથી પહેલો પ્રસ્તાવ તમારી સામે રજૂ કરું છે. અહીં મારી કેટલીક શરતો છે-
બીજી એક ફોલોઅપ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે આ પ્રકારની માન્યતાની બિલકુલ અપેક્ષા નહોચી. ઈશુની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે અને લોકો એના પર જાત જાતની કમેન્ટ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે ચોક્કસ જ આ પ્રકારની ઉપલબ્ધિનું એક આગવું મહચ્ચ્વ છે. બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે આ તો યુપીએસસી જેવો ઈન્ટરવ્યુ લાગે છે…