Viral Video: આ કોણે હાથ પકડીને કર્યું Lalbaugh Cha Rajaનું વિસર્જન? તમે પણ જોઈ લો…
મુંબઈ સહિત દેશના અનેક વિસ્તારમાં 10 દિવસ સુધી ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઊજવણી કરવામાં આવી. વાત જ્યારે ગણેશોત્સવની ચાલી રહી હોય અને મુંબઈના પ્રખ્યા લાલબાગ ચા રાજાનું નામ ના આવે તો જ નવાઈ… મંગળવારથી શરૂ થયેલી લાલબાગ ચા રાજાની શોભાયાત્રા આખરે બુધવારે સવારે ગિરગાંવ ચોપાટી પહોંચી અને બાપ્પાનું વિસર્જન થયું. વિસર્જન સમયે બાપ્પાના દર્શન લેવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, પરંતુ આ બધામાં જો સૌથી વધુ લાઈમલાઈટ કોઈએ ચોરી હોય તો તે છે અનંત અંબાણીએ.
બાપ્પાના વિસર્જન સમયે અનંત ખુદ તે સ્થળે હાજર રહ્યો હતો અને તેણે પોતાના હાથે બાપ્પાનું વિસર્જન કરતાં જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર અનંતના બાપ્પાનું વિસર્જન કરતાં વીડિયો અને ફોટો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અનંત બાપ્પાની ભક્તિમાં લીન જોવા મળે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળવારની બપોરથી જ લાલબાગ ચા રાજાની શોભાયાત્રા શરૂ થઈ ગઈ હતી અને અનંત અંબાણી પણ આ સમયે બાપ્પાના દર્શને પહોંચ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારે પણ ખૂબ જ ધામધૂમથી ગણેશોત્સવની ઊજવણી કરી હતી. આ પહેલાં શનિવારની રાતે અનંત અંબાણી, શ્લોકા મહેતા, રાધિકા મર્ચન્ટ અને મુકેશ અંબાણી લાલબાગ ચા પંડાલમાં બાપ્પાના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા.
બુધવારની સવારે જ્યારે બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું એ સમયે અંબાણી પરિવારે લાલબાગ ચા રાજાને અર્પણ કરેલો 20 કિલો સોનાનો મુગટ ડિસમેન્ટલ કરવામાં આવ્યો હતો અને એનો ઉપયોગ સામાજિક કામ માટે કરવામાં આવશે. આ મુગટની કિંમત 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મુગટને તૈયાર કરવામાં બે મહિનાનો સમય લાગ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભક્તો મોટી સંખ્યામાં લાલબાગ ચા દર્શને આવે છે, પણ આ વખતે મહિલાઓ અને બાળકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ સિવાય મંડળ દ્વારા મેડિકલ સેન્ટર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. લોકો મોટી સંખ્યામાં બાપ્પાના દર્શન કરવા પહોંચે છે અને દિલ ખોલીને ચઢાવો પણ ચઢાવે છે. આ તમામ વસ્તુઓનો ઉપયોગ સામાજિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે.